સિહોર ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન અને તાલુકાના ચાલુ સભ્યએ ઝેરી દવા પીઈને મોતને વ્હાલું કરી લીધું, ઘેરો શોક
ગત ચૂંટણીમાં રાજુભાઇ ભૂતિયા સીટ પરથી ચૂંટણી લડી જીત્યા હતા, ૨/૫ વર્ષ ચેરમેન રહ્યા અને હાલ ચાલુ સભ્ય હતા
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
સિહોર તાલુકા ભાજપના પૂર્વ ચેરમન અને હાલના તાલુકા પંચાયતના ચાલુ સભ્ય રાજુભાઇએ ઝેરી દવા પીઈને મોતને વ્હાલું કરી લીધું છે સમગ્ર ઘટનાની પ્રાથમિક જાણકારી અને સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સિહોરના રાજપરા ખોડિયાર ગામે રહેતા રાજુભાઇ નામના વ્યક્તિએ ઝેરી દવા પીઈને જીવન ટૂંકાવી દીધું છે અમારા સહયોગી હરીશ પવારે સમગ્ર ઘટનામાં જણાવ્યું હતું કે સિહોરના રાજપરા ખોડિયાર ગામે રહેતા રાજુભાઇ લુણગાતરા જેઓ આ ટર્મમાં તાલુકા ચૂંટણીમાં ભૂતિયા સીટ પરથી તાલુકા પંચાયત સીટ પરથી ભાજપ માંથી ચૂંટણી લડીને તાલુકામાં ૨/૫ વર્ષ ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે અને હાલ જેઓ ચાલુ સભ્ય છે જેઓ રાજપરા ખોડિયાર ગામે પોતાની માતા સાથે રહેતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા બીજી બાજુ હરીશ પવારે કહ્યું હતું કે રાજુભાઇ બીપીના દર્દી હતા અને લોકડાઉન કારણે આર્થિક સંકડામણના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાથી કંટાળી તેઓએ તેમના ઘરે ઝેરી દવા પીઈ લીધી છે જેઓને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મરણજનાર રાજુભાઈ અપરણિત હતા જેઓ તેમના માતા સાથે રાજપરા ખોડિયાર ગામે રહેતા હતા રાજુભાઇના અવસાનથી ભારે ગમગીની છવાઈ સાથે ભાજપમાં ઘેરો શોક વ્યાપ્યો છે