કલેકટરના જાહેરનામાં બાદ વાંસદા તાલુકામાં બપોર બાદ તમામ દુકાનો બંધ
વાંસદા તાલુકામાં વેપારીઓએ દુકાનો બંધ કરતા રસ્તાઓ સુમસામ
વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
હાલમાં ચાલી રહેલી કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે જ્યારે સરકારે લોકડાઉન કરવા છતાં રોજબરોજ કોરોનાના કેસો વધતા હોય લોકડાઉન કરવા છતાં પણ કેસોની સંખ્યા વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના કલેકટર દ્વારા ૧૦-૦૭-૨૦૨૦ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામા પ્રમાણે દુકાનદારોને સવારે ૦૬ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા સુધીજ દુકાનો ચાલુ રાખવી ૦૨ વાગ્યા બાદ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવાનું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે બાદ વાંસદા તાલુકામાં આજરોજ નાનામોટા વેપારીઓ , લારી ગાલ્લા , શાકભાજી તેમજ ચાનીલારી વાળાઓએ સ્વૈચ્છિક પણે બપોરે બે વાગ્યે પોતપોતાની દુકાનો બંધ કરી ઘરે જતા રહ્યા હતા વાંસદા તાલુકા પોલીસ દ્વારા ઠેર ઠેર જાહેરનામનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે તેના માટેની કવાયત હાથધરી હતી ગામના માર્ગો પર પોલીસ દ્વારા જાહેરનાનો ભંગ ન થાય તે માટે તકેદારી રાખી હતી નવસારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરતા શનિવારે બપોર બાદ દુકાનદારોએ સ્વૈચ્છિક દુકાનો બંધ કરતા વાંસદા તાલુકાના નગરોના રસ્તાઓ સુમસામ દેખાયા હતા