गुजरात
આમોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એલ.આર.પી.સી રતિલાલ ચીમનભાઈની બદલી થતા આમોદ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો.
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ પોલીસ સ્ટેશન ખાતે આશરે છેલ્લા ત્રણ વર્ષ કરતા પણ વધારે સમયથી આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રતિલાલ ચીમનભાઈ જેઓ LRPC ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા જેઓ ની બદલી બરોડા વડી કચેડી વડોદરા સાયબર ક્રાઇમ માં થઈ જેને લઇને આજરોજ આમોદ PSI K. H સુથાર ની અધ્યક્ષતામાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. અને આમોદ પોલીસે કોરોના ને ધ્યાનમાં લઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ કરતા પહેલા તમામ પોલીસ ના સ્ટાફ એ પોતાને સેનેટાઈઝર કરી અને સોશિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખી માસ્ક પહેરી વિદાય સમારંભ નો કાર્યક્રમ કર્યો હતો. અને આમોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ એ બદલી થનાર રતિલાલ ચીમનભાઈ ને ફુલહારથી સ્વાગત કરી મીઠાઈ ખવડાવી અને ગિફ્ટ આપી વિદાય આપી હતી.