गुजरात

જેતપુર પંથકમાં મેઘરાજાના વિરામ બાદ ફરી વાદળછાંયા વાતવરણ વચ્ચે મેઘરાજા વરસ્યા..

Anil Makwana

જેતપુર

રિપોર્ટર – અમી બોસમિયા

સૌરાષ્ટ્રમાં ટૂંકા સમયના વિરામ બાદ ફરી વરસાદે વરસવાનું શરૂ કર્યું છે.રાજકોટના જેતપુર અને વિરપુરમાં બપોરના સારો એવો વરસાદ વરસી જતા શહેરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તો જેતપુર પંથકમાં સવારથી જ આજે વરસાદ વરસ્યો. મેઘરાજાના વિરામ બાદ ફરી વાદળછાંયા વાતવરણ વચ્ચે મેઘરાજા વરસ્યા. ત્યારે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મેઈન રોડ પર પાણી ફરી વળ્યાં. ત્યારે જેતપુરના વીરપુર જલારામધામ મંદિરમાં ધોધમાર વરસાદ પડ્યો
વીરપુર પંથકમાં કપાસ,મગફળીના વાવેલ પાક માથે કાચું સોનુ વરસતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી જેતપુર વીરપુર બાદ ઉપલેટા પંથકમાં પણ આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે ત્યારે જેતપુર, વીરપુર અને ઉપલેટા પંથકમાં આજે ફરી મેઘરાજાની એન્ટ્રી….

Related Articles

Back to top button