ધારાસભ્યના હસ્તે ચરવીના ખેડૂતોને સહાય રૂપે બિયારણ તથા પ્લાસ્ટિક કેરેટ વિતરણ કરવામાં આવ્યું
ચરવીના ખેડૂતોને ભીંડાનું બિયારણ તથા પ્લાસ્ટિકના કેરેટનું વિતરણ
વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ચરવી ફળિયામાં બગાયતની કચેરી નવસારી દ્વારા ભીંડાની કીટ અને પ્લાસ્ટિકના કેરેટનું વિતરણ વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ ના સમયમાં ઓછી જમીનવાળા ખેડૂતોને સહાયતાના ભાગ હેતુ બગાયતની કચેરી નવસારી દ્વારા ભીંડાનું બિયારણ અને પ્લાસ્ટિકના કેરેટનું વિતરણ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ઉનાઈ ગામના ચરવી ફળિયામાં રાખવામાં આવ્યું હતું .જેમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.કે. પડાલિયા શ્રીમતી એમ.કે શાહ બાગાયત વાંસદા ઉપસ્થિત રહ્યા હતા જેમાં પડાલિયા સાહેબે રોકડ પાક તેમજ શાકભાજીના પાક લેતી વખતે સુ તકેદારી રાખવી એનું માર્ગદર્શન ખેડૂતોને આપ્યું હતું ત્યાર બાદ વાંસદા-ચીખલીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો પરિસ્થિતિ કફોડી બનવા પામી છે ત્યારે પરંપરાગત ખેતીની સાથે સાથે રોકડીયા પાક તરીકે શાકભાજીના પાક તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને શાકભાજીમાં દવા છંટકાવ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ સમગ્ર કાર્યક્રમમાં ઉનાઈના તાલુકા પંચાયતના સભ્ય મનીષ પટેલ , નીતિન પટેલ , શંકર પટેલ,જીતુ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા