વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી
વાંસદા પોલીસ સ્ટેશન માં વાંસદા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પોલીસ કર્મચારીઓ દ્વારા ‘વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો’ના સુત્ર સાથે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ જતન, જાળવણી અને ઉછેરના શપથ લીધા હતા. વાંસદા ભારતીય જનતા પાર્ટીના દ્વારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષ રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં પર્યાવરણને ધ્યાનમાં લઇ પોલીસ સ્ટેશનને હરીયાળા અને સ્વચ્છ તેમજ સુંદર વાતાવરણ ઉત્પન્ન થાય તે હેતુથી વાંસદા પોલીસ સ્ટેશન ખાતે વાંસદા પી.એસ.આઇ એસ.એસ.માલ. સંજય બિરારી. રાકેશ શર્મા.વિરલ વ્યાસ, સહિત પોલીસ જવાનો દ્વારા પોલીસ સ્ટેશન કેમ્પસમાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં.