गुजरात

ભાવનગર જિલ્લાના લોકલ પોલીસ બ્રાન્ચ ટીમ ની એક ઔર સફળતાથી અધિકારી ખુશ..

Anil Makwana

ભાવનગર

રિપોર્ટર – હરીશ પવાર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનું સુપર્બ ઓપરેશન રૂપિયા ૪૦,૨૯૫/-ના મુલામાલ સાથે બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક ઇસમને નારી ચોકડી પાસે પંચનાથ નગર માંથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના હેતુથી અને આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ઇસમો ભારતીય ચલણી બનાવટી નોટો બજારમાં ખરા તરીકે ઉપયોગ કરતા તત્વો બાબતે માહિતી મેળવી આવા તત્વોને ઝડપી પાડવા ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા તથા પલ.સ.ઇ. શ્રી. એન.જી.જાડેજા ખાસ કામ સોપેલ તેઓ એ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ઘરવામાં આવેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે નારી ચોકડી પાસે પંચનાથ નગર માંથી એક રહેણાક મકાન માંથી એક ઇસમને રૂપિયા ૪૦,૨૯૫/- નોટો છાપવાના સાધનો સાથે ઝડપી પાડેલ છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર સ્ટાફના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી.એન.જી.જાડેજાની સુચનાથી પોલીસ કોન્સ. સંજયભાઇ નાથાભાઇ ચુડાસમાને મળેલ બાતમી આધારે નારી ચોકડી પંચનાથનગર પ્લોટ નં-૧૧૭ માં રહેતા રવજીભાઇ ઉર્ફે રવિ ભોજાભાઇ ઉર્ફે વજુભાઇ મકવાણા પોતાના રહેણાક મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો છાપવાનું કામ કરે છે જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી રવજીભાઇ ઉર્ફે રવિ ભોજા ભાઇ ઉર્ફે વજુભાઇ મકવાણા ના કબ્જાના રહેણાક મકાન માંથી બનાવટી ભારતીય ચલણીની નોટો રૂપિયા ૨૦૦ ના દરની નોટ ૦૮ તથા ૧૦૦ ના દરની નોટ ૦૪ તથા રૂ.૧૦૦ ના દરની અસલ નોટ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/-તથા નોટો છાપવા ઉપયોગમાં લીધેલ સ્ક્રેનર કમ પ્રિન્ટર-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા લેપટોપ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા કાતર તથ ફુટ પટ્ટી તથા શાહી મળી રૂ.૧૯૫/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/-તથા લાઇટબીલ-૧ મળી કુલ રૂપિયા ૪૦,૨૯૫/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્ધમાં ઇ.પી.કો. ૪૮૯ (એ)(બી)(સી)(ડી) મુજબની કાયદેસર કાર્યવાહી કરી પોલીસ કોન્સ. સંજયભાઇ નાથભાઇ એ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા જયરાજસિં! જાડેજા તથા ઘનશ્યામ ભાઇ ગોહિલતથા સંજયભાઇ ચુડાસમા તથા જયદિપસિંહ ગોહિલ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા સાગરભાઇ જોગદિયા તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Related Articles

Back to top button