સુરતમાં વધતા કોરોનાના કહેરને કારણે 195 વિસ્તોરો બન્યા નવા હોટ સ્પોટ, જોઇ લો યાદી
સુરત : શહેરમાં કોરાનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . જેને કારણે તત્રની ચિંતા વધી છે ત્યારે સૌથી વધુ કેસ મળતા 195થી વધુ વિસ્તારને મહાનગર પાલિકા દ્વારા કોરોના હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તરમાં રહેલા લોકોને મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી સાથે કોરોના ગાઈડ લાઇન કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.આ વિસ્તરમાં રહેલા લોકોને મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી સાથે કોરોના ગાઈડ લાઇન કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
સુરત શહેરમાં દરોજ સતત કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધી કુલ 5894 કોરોનાના કેસ મળી આવ્યા છે. જોકે સૌથી વધુ કતાગામ ઝોન વિસ્તારમાંથી 1522 કેસ મળી આવ્યા છે. જ્યારે વરાછા એ અને બીની ગણતરી કરવામાં આવે તો 1239 પોઝિટીવ દર્દી મળી આવ્યા છે. તેના કારણે કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોમાં કોરોનાનુ સંક્રમણ વધારે જોવા મળી રહ્યુ છે. તેની સાથે રત્ન કલાકારો અને ટેક્ષટાઇલ માર્કેટમાં કામ કરનારાઓમાં પણ કોરોનાના કેસ વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. જોકે આ કારણકે સુરતનો હીરા ઉધોગ બંધ કરવની નોબત આવી છે અને આગામી દિવસમાં કાપડ માર્કેટ પણ બંધ કરવામાં આવશે. ત્યારે આ વિસરતમાં રહેતા લોકોને ખાસ તકેદારી રાખવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. તેવામાં મહાનગર પાલિકા દ્વારા શહેર ના 159 વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે મહાનગર પાલિકાએ આ વિસ્તારને હોટસ્પોટ જાહેરકર્યા છે. તેમાં કતારગામ વરાછા બાદ રાંદેર અને અઠવા ઝોનમાં કેસ વધી રહ્યા હોય અહીંના રહેવાસીઓને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.