કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવનારા આરોપીની આગતોરા અરજી રદ | Anticipatory bail plea of accused who dumped chemical waste in public rejected

![]()
વડોદરા : તરસાલી ધનીયાવી રોડ પર ખુલ્લી જગ્યામાં જોખમી કેમિકલ વેસ્ટ
ઠાલવી વાતાવરણ પ્રદૂષિત કરી જાહેર જનતાની જિંદગી જોખમમાં મૂકવાના કેસમાં
સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી અદાલતને નામંજૂર કરી હતી.
કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુનો નોંધાયો
હતો જેમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પોતાના આથક ફાયદા માટે ઔદ્યોગિક એકમોમાંથી આશરે
૬૦ થી ૭૦ ટન જેટલો ઝેરી કેમિકલ વેસ્ટ તરસાલી-ધનીયાવી રોડ પર પુરંદર ફાર્મ પાસેની
ખુલ્લી જગ્યામાં ઠાલવ્યો હતો.
આ બનાવમાં સંડોવાયેલા આરોપી સગીરઆલમ કમરૃલહસન પઠાણએ આગોતરા
જામીન અરજી મૂકતા તેની સુનવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે,આરોપીને
પોલીસ દ્વારા નોટિસ આપવા છતાં તેઓ હાજર રહ્યા નથી. તપાસમાં સહકાર આપતા નથી. આરોપી
નાસતા ફરે છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો તેે પુરાવા સાથે ચેડાં કરશે.
અદાલતે આગોતર જામીન અરજી રદ કરતા નોંધ્યું હતું કે, ખુલ્લી
જગ્યામાં હેઝાર્ડસ કેમિકલ ડમ્પ કરવાથી માનવીના સ્વાસ્થ્ય અને પર્યાવરણને જે નુકસાન
થાય છે તે અત્યંત ગંભીર બાબત છે.



