गुजरात

રાજ્યના 37 તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો

અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં શરૂ છે. સવારે 6.00 વાગ્યાથી રાજ્યનાં સૌરાષ્ટ્રના 35 અને દક્ષિણ ગુજરાતના 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સવારે 6.00થી 8.00માં 40 એમ.એમ. વરસાદ નોંધાયો છે.

સવારે 6થી8 વાગ્યા સુધીમાં નોંધાયેલા રાજ્યના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 40 એમ.એમ. અમરેલીના ધારીમાં 39 એમ.એમ. ખાંભામાં 37 એમ.એમ., જૂનાગઢના મેદરડામાં 18 એમ.એમ. ભાવનગરના મહુવામાં 15 એમ.એમ. જાફરાબાદમાં 13 એમ.એમ. બોટાદના રાણપુરમાં 13 એમ.એમ. જૂનાગઢના માંગરોળમાં 10 એમ.એમ. બોટાદ શહેરમાં 9 એમ.એમ, ગીરગઢડામાં 9 એમ.એમ, વરસાદ નોંધાયા છએ. તો 26 તાલુકામાં 1થી8 એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે.

આ વરસાદમાં સુરતના કામરજે, નવસારી શહેર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોર, અને વલસાડ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. આ પાંચ તાલુકાને બાદ કરતા બાકીના 32 તાલુકા સૌરાષ્ટ્રના છે. આમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે.

Related Articles

Back to top button