MBA-MCAમા 10 હજારથી વધુ બેઠકો ખાલી, હવે CMAT વગર ભરાશે
એમબીએ – એમસીએમાંપ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યાં છે. એમબીએ તથા એમસીએમાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને બે રાઉન્ડ પછી પણ 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. ત્યારે પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલી આગળની પ્રક્રિયા અને કાર્યક્રમ મુજબ ખાનગી કોલેજોએ 15મીથી અરજી મંગાવીને મેરિટ પ્રમાણે બેઠકો ભરવાની રહેશે.
ખાનગી કોલેજ પોતાની રીતે બેઠકો ભરશે
નિયમો પ્રમાણે, એમબીએ-એમસીએમાં વેકન્ટ ક્વોટામાં ખાલી બેઠકો હવે ખાનગી કોલેજ પોતાની રીતે ભરશે પરંતુ નિયમો મુજબ સૌપ્રથમ સીમેટ-કેટથી જગ્યા ભરવામાં આવશે. અને ગુજરાતના તથા રાજ્ય બહારના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રવેશ પ્રરીક્ષા પાસ વિદ્યાર્થીઓને તક આપવાની રહેશે. આ ઉપરાંત ખાલી બેઠકો સીમેટ વગર ગ્રેજ્યુએનના પરિણામથી ભરી શકાશે. ખાનગી કોલેજો 15મીથી 19મી સુધી ખાલી જગ્યા ભરવા માટે પ્રવેશ પ્રક્રિયા ચલાવશે.
કોલેજે 22મીએ વેબસાઈટ પર મેરિટ લિસ્ટ જાહેર કરવુ પડશેઆ વર્ષે નવા નિયમ મુજબ ફરજીયાત કોલેજે 22મીએ વેબસાઈટ પર મેરિટ લિસ્ટ જાહેર કરવુ પડશે. 24મી સુધી વેકેન્ટ ક્વોટા ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.