गुजरात

પતિને નોકરીએ વળાવવા માટે પત્ની બાથરૂમની બહાર આવી ને પતિએ સળગાવી દીધી

અમદાવાદ: શહેરના એક પોલીસસ્ટેશનમાં પત્નીએ જ પતિ સામે હત્યાની કોશિષની ફરિયાદ આપી છે. પત્નીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તેના પતિ નોકરીએ જતા હતા ત્યારે તેમને વળાવવા બાથરૂમની બહાર આવી ત્યારે કોઈ કારણ વગર જ પતિએ જ્વલનશીલ પ્રવાહી છાટી આગ લગાવી હતી. મહિલા શરીરના અનેક ભાગોથી બળી જતા લોકો દોડી આવ્યા હતા.

નિકોલમાં રહેતા કોકિલાબહેન તેમના બે સંતાન અને પતિ જીતુભાઇ સાથે 30 વર્ષથી રહે છે. તેમના પતિ ખોડિયારનગર માં કારખાના માં નોકરી કરે છે. તેમના પતિ અવાર નવાર કકી પણ નાની મોટી બાબતોમાં બોલાચાલી કરતા અને મગજ ગુમાવી દેતા અને બાદમાં કોકિલા બહેનને માર મારતા હતા. ગઈકાલે સવારે તેમના પતિ નોકરીએ જતા હતા ત્યારે કોકિલા બહેન બાથરૂમમાં ગયા હતા.

તેઓ જતા હોવાથી કોકિલા બહેન બહાર આવ્યા હતા. બહાર આવતા જ જીતુભાઈએ અચાનક કોઈ જ્વલનશીલ પ્રવાહી છાટી કોકિલા બહેન પર દીવાસળી નાખી હતી. ઘરમાં બને દીકરાઓ વહેલી સવાર હોવાથી ઊંઘતા હતા. બીજીબાજુ કોકિલા બહેનના કપડા સળગવા લાગ્યા હતા. આસપાસ ના લોકો જોતા જ દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. દીકરાઓ પણ તેવામાં જાગી ગયા અને માતા ને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કોકિલા બહેન હાથ, છાતી, ગરદન અને મોઢાનાએ ભાગે દાઝી જતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ મામલે કોકિલાબહેનની તેમના પતિ જીતુભાઇ સામે ફરિયાદ નોંધી હતી. નિકોલ પોલીસે આઇપીસી 498(A),307 (હત્યાની કોશિશ) મુજબ ગુનો નોંધી ફરાર પતિની શોધખોળ હાથ ધરી છે. જોકે જીતુભાઈએ આવું કેમ કર્યું તે બાબતે હજુ તપાસમાં સામે આવ્યું નથી.

Related Articles

Back to top button