गुजरात

હું દલિત અધિકાર મંચ ના સંયોજક કિરીટ રાઠોડ વકીલ શ્રી પ્રશાંત ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

Anil Makwana

અમદાવાદ

ગુજરાતમાં દલિત-આદિવાસી obc અને મહિલાઓના હક અને અધિકાર માટે દલિત અધિકાર મંચ દ્વારા સામાજિક ન્યાયની લડત લડવામાં આવી રહી છે. જેમાં ગામડાઓમાં દલિત સમાજ સાથે જાહેર જગ્યાએ અસ્પૃશ્યતાના બનાવોમાં લડત આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમજ જમીનોના પ્રશ્ન હોય કે અત્યાચારના બનાવો હોય તેમજ વંચિત સમુદાયના વિસ્તારના વિકાસની   જાહેર હિતની સમસ્યાઓમાં કાનૂની મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આ કાર્યમાં કાનૂની તાજજ્ઞોની જરુરીયાત હોય સેવાભાવી હાઇકોર્ટના વકીલ શ્રી પ્રશાંતભાઈ ચાવડાની રાજ્ય સ્તરે લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેને હું દલિત અધિકાર મંચ ના સંયોજક કિરીટ રાઠોડ વકીલ શ્રી પ્રશાંત ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેઓ સતત માનવ અધિકાર ભંગના બનાવો માં કાનૂની મદદ અને માર્ગદર્શન અવિરત પુરુ પાડીને સામાજિક ન્યાય અપાવી રહ્યા છે જેનાથી દલિત અધિકાર મંચની કામગીરીને વેગ મળશે

Related Articles

Back to top button