ભાવનગર જિલ્લાના સિહોર ની મહિલા સાથે કહેવાતા માથાભારે તત્વદ્વારા માતા પુત્ર ને મારી નાખવાની ધમકી ને લઈ બલાત્કારી એ માતા બનાવી દેવાતા ચકચાર, પોલીસ તંત્ર દ્વારા આરોપીને ઝડપવા ચક્રોગતિમાન..
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
સિહોર પોલિસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર સિહોર શહેરમાં રહેતા આશરે 35 વર્ષીય મહિલા ને તા.30.6.2020 થી 10-11મહિના પહેલા ની રાત્રીના બે થી અઢી વાગ્યા ના અરસા દરમિયાન ફેઝલ ઇકબલભાઈ ઉર્ફે ગબબર ચુડેસરા. રહે.મોંઘીબા જગ્યા પાસે સિહોર. નામના શખ્સે તેના મિત્ર જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઇ કાજી રહે. લીલાપીર. સિહોર ની મદદગારી થી જાણ થી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે મહિલા ને ગર્ભ રહી જતા તેની પુત્ર ની માતા બની હતી ત્યારબાદ આ શખ્સો એ મહિલા ને તથા તેના સંતાન ને જાન થી મારી નાખવાની ધમકી આપી એકબીજા ની મદદગારી કરી હતી.
વધુમાં જણાવ્યા મુજબ આ બન્નેસિહોર પોલીસ ચોપડે અનેકવાર ગુન્હાખોરી ને લઈ કેસો નોંધાયા છે..ઘટના ને લઈ મહિલા એ હિંમત કરી આજે સાંજના સુમારે બન્ને શખ્સો સામે સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 376 (2)એન.506(2).અને 114 મુજબ નો ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. અને લોકચર્ચા એ ચર્ચા મુજબ આ બન્ને આરોપીઓ વિરુદ્ધ તડીપાર ના કાગળો કરવા માંગ ઉઠી છે.. પણ મથાભારે તત્વો અને ખૂની મગજ ના હોય ડર ના માર્યા કોઈ પોલીસ ફરિયાદ કરી શકતું નથી આ માટે પોલિસ તંત્ર દ્વારા કડક માં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે