गुजरात

ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવતી ટોળકીને બનાવટી ડ્રાઇવીંગ લાયસન્સો તથા લાયસન્સ બનાવવાના સાધનો સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

એસ.ઓ.જી. ભાવનગરનું સફળ ઓપરેશન

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જયપાલસિંહ રાઠૌર સાહેબની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે સુપર ઓપરેશન પાર પાડી અધેવાડા ગામે માલણકા જવાના રસ્તે આવેલ શિવેશ્ર્વર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ડ્રાઇવીંગ લાયસન્સ બનાવટી ટોળકીના બે સાગરીતોને ડુપ્લીકેટ લર્નીંગ ડ્રાઇવીંગ લાયસન્સ તથા લાયસન્સ બનાવવા ઉપયોગમા લેવાતો સર સામાના તથા કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા. આ બનાવની હકિકત એવી છે કે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને માહિતી મળેલ હતી કે, આ ટોળકીના સાગરીતો પોતે આર.ટી.ઓ.ના એજન્ટ છે તેવુ લોકોને કહી વધુ પૈસા લઇને ટ્રાયલ આપ્યા વિના ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી આપવાનું કહી લોકોને ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપે છે જે હકિકત એસ.ઓ.જી. પોલીસના ધ્યાને આવતા એસ.ઓ.જી. પોલીસે ગઇ કાલે વધુ માહિતી એકત્ર કરી અધેવાડા ગામે માલણકા જવાના રસ્તે આવેલ શિવેશ્ર્વર સોસાયટીના પ્લોટ નં. 34-35/A ના રહેણાંકી મકાને છાપો મારતા મકાનેથી (૧) શરદભાઇ છગનભાઇ વેગડ ઉ.વ.૨૨ રહેવાસી હાલ પ્લોટ નં. 34-35/A, શિવેશ્ર્વર રેસીડેન્સી અધેવાડા ભાવનગર મુળ ગામ સોસીયા તા. તળાજા જી. ભાવનગર (૨) ક્રિષ્ના ઉર્ફે કાનો S/O મનજીભાઇ સોલંકી ઉ.વ.૨૪ રહેવાસી નેસવડતા. ઘોઘા જી. ભાવનગર વાળાઓ ડુપ્લીકેટ લર્નીંગ લાયસન્સ બાનવતા ઝડપાઇ ગયેલ હતા. તેઓ પાસેથી 1. ડુપ્લીકેટ લર્નીંગ લાયસન્સ-૭ 2. માણસોના ફોટાઓ-૫૫ ફોટાની ઝેરોક્ષ નંગ-૧૨ 3. લેમીનેશન પેપર બંચ-૧ 4. કોરા કાગળો, સ્ટેપલર, કાતર 5. જુદા જુદા માણસોના ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, લીવીંગ સર્ટી, રાશન કાર્ડ વિગેરે કાગળોની ઝેરોક્ષ બંચ-૧૨ 6. કાગળો, ચોપડા, પેન ડ્રાઇવ 7. કોમ્પ્યુટર સીસ્ટમ-૧ 8. સાદુ પ્રિન્ટર-૧ 9. કલર પ્રિન્ટર -૧ 10. મોબાઇલ ફોન-૨ સહિત રૂપિયા ૨૮૦૫૦/- નો મુદ્દામાલ મળી આવેલ હતો સાથે તેઓ પાસેથી મળી આવેલ પેન ડ્રાઇવ તથા કોમ્પ્યુટરમાંથી ડુપ્લીકેટ લર્નીંગ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવવાના પુરાવા રૂપે ફાઇલો મળી આવેલ હતી જે પણ પોલીસે કબ્જે કરેલ હતી.
મજકુર બંન્ને આરોપીઓ કબુલાત આપેલ હતી કે તેઓ લોકોને આર.ટી.ઓ.ના એજન્ટ હોવાનું જણાવી વિશ્ર્વાસમાં લઇ તેઓને ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા પરિક્ષા આપ્યા વિના લાયસન્સ કઢાવી આપવાનું કહી લોકો પાસેથી મોટી રકમ પડાવી અને જાતે ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવતા હતા. પોલીસને કોમ્પ્યુટર તથા પેન ડ્રાઇવમાં મળી મોટી માત્રામાં ડ્રાઇવીંગ લાયસન્સ બનાવ્યાના પુરાવો મળેલ છે. મજકુર બંન્ને ઇસમો સામે એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી સરકાર તરફે ફરિયાદ આપી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ એસ.સી.બી. પોલીસ ચલાવી રહી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. ભાવનગરના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે પોલીસ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી, બલવિરસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહિલ, ઓમદેવસિંહ, વિજયસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, પ્રદિપસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ, મનદીપસિંહ ગોહિલ, દિલીપભાઇ ખાચર જોડાયા હતા.

Related Articles

Back to top button