સુરતમાં TikTok વીડિયો બનાવતા યુવતીને યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી, ભાઇને મારી નાખવાની ધમકી આપી
સુરત : શહેરનાં લીંબાયત વિસ્તારમાં રહેતી અને ટિક્ટોક વીડિયો બનાવતી યુવતીને એક યુવાન સાથે વીડિયો બનાવતા સમયે થયેલી દોસ્તી ભારે પડી. કારણકે યુવતીએ યુવાન સાથે દોસ્તી કરી ત્યારે યુવાને આ યુવતીને ગિફ્ટમાં મોપેડ આપ્યું હતું. પણ યુવતીએ સંબંધ કાપી નાખતા યુવાને યુવતીના ભાઈને મોપેડ પરત આપી દેવાનું કહી ચપ્પુ બતાવી ધાક-ધમકી આપનાર યુવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાય છે. યુવાને ભાઈનો મોબાઇલની લૂંટ પણ કરી હતી.
સુરતનાં લિંબાયત વિસ્તારમાં રહતી યુવતી ટિક્ટોક વીડિયો બનાવે છે. થોડા સમય પહેલા પોતાની બહેનપાણી સાથે ટિક્ટોક વીડિયો બનાવવા ગઈ હતી ત્યારે એક એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંનેવ વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યાર બાદ આ યુવતી અને યુવક અનેક વખત મળતા હતા અને સાથે ફરવા પણ જતા હતા. જોકે, યુવક સલમાન ચાંદ મહોમદ અંસારીએ આ યુવતીને એક મોપેડ ગિફ્ટમાં આપી હતી.
ત્યાર બાદ અચાનક આ યુવતીએ યુવાન સાથે સંબંધ કાપી નાખ્યો હતો. જેને લઇને આ યુવકને ગુસ્સો આવ્યો હતો. જેના કારણે સલમાન તેને હેરાન પરેશાન કરતો હતો. 26મી જુને સલમાનનો ફોન યુવતી ભાઈ પર આવ્યો હતો અને જણાવ્યું કે, તારી બહેન પાસે જે એક્ટિવા મોપેડ છે તે મારા નામ પર રજીસ્ટ્રર છે અને તેના પૈસા પણ મે આપેલા છે.