અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો : સગીર દીકરીની નગ્ન તસવીરો બતાવી માતાપિતા પાસે 15 લાખની ખંડણીની માંગ
અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં લાખો રૂપિયા મેળવવા માટે ત્રણ મિત્રોના કારસ્તાન બહાર આવ્યા છે. આરોપીઓએ સગીરાને ધમકાવી તેના નગ્ન ફોટો મંગાવ્યા અને પછી આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 15 લાખની ખંડણી માંગી છે.
સરદારનગરમાં રહેતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ આપી છે કે ચારેક મહિના પહેલા તેની સગીર દીકરી તેની મિત્રના ફિયાન્સ સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ આરોપીએ તેનો સંપર્ક અન્ય મિત્રો સાથે કરાવ્યો હતો. થોડા સમય બાદ ત્રણ મિત્રો ભેગા થઈને ફરિયાદીની સગીર દીકરીને મિત્રતા રાખવા માટે દબાણ કરતા હતા. જેમાં એક આરોપીએ સગીરાને ડરાવી ધમકાવીને તેના નગ્ન ફોટા પોતાના મોબાઈલમાં મંગાવ્યા હતા.
આ ફોટો મિત્રોએ તેમના ગ્રુપમાં વાયરલ કર્યા હતા. થોડા સમય બાદ આ ફોટોના આધારે આરોપીઓએ ફરિયાદી પાસે રૂપિયા 15 લાખની માગણી કરી હતી. આરોપીએ આ ફોટો ફરિયાદી અને તેની પત્નીને બતાવ્યા હતા અને ધમકી આપી હતી કે જો તમે અમને રૂપિયા 15 લાખ નહીં આપો તો આ ફોટો અમે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું.



