गुजरात

દહેગામ શહેરમાં આવેલ ઓમ ભૈરવનાથ મેવાડ નમકીન અખાદ્ય વસ્તુ નું વેચાણ કરતા નગરપાલિકા દ્વારા નાશ કરાવવામાં આવ્યો

દહેગામ

અનિલ મકવાણા

દહેગામ શહેર ખાતે આવેલ ઓડા ગાર્ડન ની સામે હોમ ઓમ ભૈરવનાથ મેવાડ નમકીન ના માલિક દ્વારા લોકડાઉન પહેલા બનાવેલ નમકીન નું વેચાણ કરતા જાગૃત નાગરિક પ્રવિણસિંહ ચૌહાણે ગ્રાહક સુરક્ષા સમિતિ ગાંધીનગર જિલ્લા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટને મૌખિક જાણ કરતાં દહેગામ નગરપાલિકા અધિકારીશ્રી દિપક અમીન ને આ બાબતે કાર્યવાહી કરવા મનોજ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. તેના અનુસંધાનમાં સદર દુકાન માં તપાસ કરતા દુકાન માલીકે પોતે અખાદ્ય નમકીન હોવાનુ કબુલાત કરતા વિવિઘ નમકીનો મળી પાંચસો (૫૦૦) કિલો થી વઘારે અખાદ્ય નમકીન નો નાસ કરવામાં આવ્યો હતો. જાહેર જનતા ને રોગચાળાની આફત માંથી બચાવી ઉમદા કાયઁ કરેલ છે.

Related Articles

Back to top button