મેઘરજ તાલુકા ના વાઘપુર પોસ્ટ માસ્તર દ્વારા વિધવા બહેનો તેમજ પેન્સનરો સ્લીપ ભરવાના નામે લાખ્ખો રૂપિયા નો મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો
મેઘરજ મામલતદાર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે
મેઘરજ
રિપોર્ટર – દિપક ડામોર
અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા માં વાઘપુર ગામે પોસ્ટ માસ્તર ની દાદાગીરી સામે આવી વિધવા બહેનો સાથે અસભ્ય વર્તન કરી. મહિલા બહેનો તથા વદ્ધવય ના લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે વાઘપુર ગામે પોસ્ટ માસ્તર ની ફરિયાદ મેઘરજ મામલતદાર સાહેબ ની કચેરીએ ફરિયાદ નોંધાવી.
વિગત વાર પોસ્ટમાસ્તર વિધવા બહેનો તેમજ વૃદ્ધવય લોકો જોડે થી સ્લીપ ભરવાના 50 રૂપિયા લેતો અને પેન્સન લેવા ના 500 રૂપિયા માંગી ધમકાવીને લેતો. જે પૈસા હોય એ માં થી પોસ્ટમાસ્તર ના પોતાના ઘરે કરિયાના ની દુકાન ચલાવે છે તમારે અહીંથી જ કરીયાણું ખરીદવાનું એવું કહી ધમકાવી ને સામાન ખરીદી કરાવતો, ત્યારબાદ ગામના સરપંચને જાણ કરતા પોસ્ટ માસ્તર પટેલ ને મારી સતા છે મારું કોઈ બગાડી નહીં શકે એવા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા આજુબાજુ સાતેક ગામના લોકો ભેગા થઈ મામલતદાર કચેરી જઈ ફરિયાદ નોંધાવી છે. એક બાજુ લોકડાઉન ચાલી રહ્યું છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓ ખુરશી પર હક જમાવી મનમાની કરી રહ્યા છે.