गुजरात

સુરત : સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પતિએ દહેજ માટે તબીબ પત્નીને માર માર્યાની ફરિયાદ

સુરત : દહેજ માટે પરિણીતા ને ત્રાસ આપતા હોવાની ફરિયાદ અનેક જોઈ હશે પરંતુ સુરતમાં ભણેલા-ગણેલા લોકો દહેજ માટે પત્ની ને ત્રાસ આપતા હોવાની ફરિયાદ સામે આવી છે. સુરતની સરકારી હૉસ્પિટલ ના તબીબે દહેજ માટે પ્રૉફેસર પત્ની પર ત્રાસ આપીને માર માર્યો હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથક માં નોંધાઈ છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલ ખાતે આવેલી કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર તરીકે ફરજ બજાવતા મહિલા તબીબના લગ્ન વર્ષ 1997ના નવેમ્બર મહિનામાં ગ્વાલીયર ખાતે રહેતા દીપક મહેશકુમાર સિંઘલ સાથે થયા હતા. હાલ બંનેને સંતાનમાં 21 વર્ષીય પુત્ર અને 17 વર્ષીય પુત્રી છે. લગ્ન બાદ શરૂઆતના દિવસો શાંતિ પસાર થતા હતા પણ થોડા સમય બાદ ત્યાર બાદ પતિ સામાન્ય બાબતોમાં ઝઘડા કરતો હતો. બંને વર્ષ 2011માં કામ અર્થે અમદાવાદ ગયા હતા, જયાં પણ સામાન્ય બાબતમાં ઝઘડો કરી પતિએ છૂટી ખુરશી આપી હતી.

વર્ષ 2002 માં પતિ-પત્ની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહેતા હતા અને ત્યાર બાદ તેમણે ભટાર રોડ કાપડીયા હેલ્થ ક્લબ નજીક સુમંગલ પ્રભાત સોસાયટીમાં ઘર ખરીદ્યું હતું અને તેઓ ત્યાં રહેવા ગયા હતા. જે બાદમાં દીપકે પત્નીને ‘તું દહેજમાં કંઇ લાવી નથી, તારો ભાઇ એન્જિનિયર છે પણ કંઇ કામનો નથી, તારા ભાઇ પાસેથી કાર અને રોકડ લઇ આવ,’ કહીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

Related Articles

Back to top button