સરદારનગર વોર્ડ માં કોમ્પ્લેક્ષ પડવાથી 21 વર્ષના યુવાન નું મોત થતા મૃતક ના પરિવાર ને ન્યાય ન મળતા મૃતકના પિતાએ તેજ બિલ્ડિંગ પાસે પોતાને જીવતો સળગાવી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
Anil Makwana
અમદાવાદ
રિપોર્ટર – સંદિપ જાદવ
અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન ની હદ માં સૈજપુર પાટિયા પાસે થોડાક દિવસ પહેલા lokdown 0.3 ના સમય (28/8/2020) રાત્રી ના સમય . 2 માળા નો જર્જરિત કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પડી ગયું હતું . કોમ્પ્લેક્ષ પડવાથી 21 વર્ષ ના યુવાન નું મોત નિપજ્યું હતું .જેની તપાસ સ્થાનિક પોલીસ તેમજ AMC ના અધિકારીઓ મોન્સૂન પ્લાન અંતગત તે વૉડ TDO એ રિપોર્ટ આપવાનો હતો જે TDO મહેશ પટેલ દ્વારા આજ દિન સુધી કોઈ પણ જાત નો મોન્સૂન પ્લાન નો રિપોર્ટ આપેલ ન હતો.જેથી વરસાદી સમય જે પણ જર્જરિત બિલ્ડીંગ હોય છે તેને વપરાશ રોકી કોર્પોરેશન દ્વારા સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે જે સેજપુર વોર્ડ ના TDO ની ગંભીર બેદરકારી ના પગલે એટલી મોટી જાનહાનિ થય હતી.હવે તેના માટે જવાબ દાર કોણ ? આજ દિન સુધી મૃતક ના પરિવાર ને ન્યાય ના મળતા મૃતકના પિતા એ તેજ જર્જરીત બિલ્ડિંગ પાસે પોતા ને જીવતો સળગાવી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો .તે જ સમયે 108 આવી અને પોલીસ નો કાફલો સ્થળ પર આવી સમગ્ર ઘટના ની ફરીથી તપાસ કરશે કે કેમ તેનો મોટો પ્રશ્ન લોકમુખે ચર્ચાય રહ્યો છે