गुजरात

કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાની પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે વરણી કરાઇ

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

કચ્છનું ગૌરવ અને કચ્છનું ઘરેણું એવા યુવાન કચ્છ અને મોરબીના સંસદ વિનોદભાઈ ચાવડા ને આજ રોજ ગુજરાત પ્રદેશના મહામંત્રી નો હોદો ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાની પ્રદેશ સંગઠન માળખાની ટીમમાં આપ્યો છે આ બાબત સમગ્ર કચ્છ માટે ગૌરવશાળી બાબત છે વિનોદભાઈ ચાવડા કચ્છના યુવાનોના અને કચ્છની સમગ્ર પ્રજાના હૈયે વસેલા છે નખત્રાણા તાલુકાના સુખપર ગામ ના યુવાન વયે જ જિલ્લા પંચાયત ના સભ્ય અને કચ્છ જિલ્લાને સંગઠનમાં પણ મોટું યોગદાન આપ્યું છે બીજી વખત જંગી બહુમતીથી કચ્છ અને મોરબીના સાંસદ પણ બની ચૂંટાઈ આવ્યા છે

ફેમ ઈંડીયા-એશીયા પોસ્ટ દ્રારા કરવામાં આવેલ સર્વે મુજબ કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા ને વર્તમાન સમયમાં પોતાની યોગ્યતા અને કાર્યકુશળતા દ્વારા ભારતના પચીસ શ્રેષ્ઠ સાંસદોમા “વ્યવહાર કુશળ સાંસદ” નું સ્થાન પણ મળ્યું હતું

ખરેખર કચ્છ જિલ્લો અને ખાસ નખત્રાણા તાલુકો આના માટે સજ્જ છાતી ફૂલે તેમ યુવાન સાંસદ વિનોદભાઈ ચાવડા ને ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહામંત્રી નો હોદ્દો મળ્યો છે ત્યારે ઉત્સાહ અને ઉમંગ સાથે કચ્છ જિલ્લાના યુવાનોને પ્રેરણા આપનાર અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ખાસ યુવાનોને પણ પોતાની ટીમમાં સ્થાન આપી રહ્યા છે ત્યારે એમને પણ પછી જિલ્લાના યુવાનો અભિનંદન પાઠવી રહ્યા છે પછી જિલ્લાના યુવાનો આટલા મોટા ગૌરવશાળી મહામંત્રીના માટે વિનોદભાઈ ચાવડા ને દિલથી અને અંતરથી શુભકામનાઓ આપી રહ્યા છે

Related Articles

Back to top button