પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે વાંસદા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મામલતદારશ્રી વાંસદાને આવેદનપત્ર
વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી
વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના છેલ્લા ૨૧ દિવસથી જે ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના વિરોધમાં વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ની આગેવાનીમાં બળદગાડા સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હનુમાનજી મંદિર પાસેથી રેલી કાઢવામાં આવી હતી હાલમાં છેલ્લા ૨૧ દિવસથી પેટ્રોલ-ડીઝલમાં દરરોજ જે ભાવ વધારો થઈ રહ્યો છે જેનાથી સામાન્ય મધ્યમ વર્ગીય ગરીબ પ્રજા ખૂબ ત્રસ્ત થઈ ગઈ છે જેના અનુસંધાને વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આ રેલી વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં રાખવામાં આવી હતી જેમાં બળદગાડા સાથે હનુમાનજી મંદિર પાસે રસ્તા પર પ્લેકાર્ડ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યાંથી રેલી સૂત્રોચાર સાથે આગળ નીકળી હતી અને વાંસદા ટાવર પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યાંથી નીકળી સરદારજી ની પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોરચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્યારબાદ મામલતદાર શ્રી વાંસદાને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર મહામુહિમ રાષ્ટ્રપતિ માટે લખવામાં આવ્યું હતું વાંસદા કૉંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર હાલની વૈશ્વિક મહામારી કોવિડ૧૯ ને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે લોકો છેલ્લા ત્રણ મહિનાથી ધંધો રોજગાર વગરના થયા છે ત્યારે આ સરકાર પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ ડયૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમાસ માંથી કોરોનાની આડ માં નફાખોરી કરી રહી છે આમાં સરકાર જનતાને લૂંટવા બેઠી હોય એવું લાગી રહ્યું છે જેના વિરોધમાં વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા અનુસાર હાલમાં કોવિડ૧૯ કેવી મહામરીને કારણે જનતા ત્રસ્ત છે આવા સમયમાં સરકાર પેટ્રોલ- ડીઝલની એકસાઈઝ ડયૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાના માથે બોજ નાખી લૂંટી રહી છે નફાખોરી કરી રહી છે જો સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ પાછા ખેંચવામાં નહીં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્ય અનંતભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઈ દેશમુખ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન કુંવર નવસારી જિલ્લા વિરોધ પક્ષ નેતા બારૂકભાઈ ચૌધરી, રાજીત પાનવાલા, નિકુંજ ભાઈ તાલુકા પંચાયત સભ્ય મનીષભાઈ પટેલ, જીતુભાઈ ,સરપંચ ધીરજભાઈ દળવી તથા વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા