અમદાવાદ : પતિની અન્ય યુવતી સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળતા, પત્નીએ ફિનાઇલ પી લીધુ
અમદાવાદ : શહેરનાં વાડજ વિસ્તારમાં પતિના ત્રાસથી પરણિતા ફિનાઈલ પી લેતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ અન્ય સ્ત્રી સાથે ફોનમાં વાતચીત કરતો હતો અને તેનું રેકોર્ડિંગ તેણે સાંભળ્યું હતું તેથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે.
ફરિયાદી મહિલાના લગ્ન વરસ 2009માં આરોપી સાથે થયા હતા. તેને સંતાનમાં એક દસ વરસની દીકરી અને નવ વર્ષનો દીકરો છે. વર્ષ 2012માં દીકરાના જન્મ બાદ ફરિયાદીને તેનો પતિ વ્યવસ્થિત રાખતો ન હતો અને વારંવાર રૂપિયાની માગણી કરતો હતો જો કે ફરિયાદી રૂપિયા ન આપે તો તેની સાથે મારઝૂડ કરતો હતો.
એટલું જ નહીં ફરિયાદીનો આરોપ છે કે તેના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે તેથી તે વારંવાર તેને ધમકી આપતો હતો કે તેના માતા-પિતાને ત્યાં ચાલી જાય અથવા તો જો તેને આગળમાં રહેવું હોય તો માતા-પિતાના ત્યાંથી રૂપિયા લઈ આવે.
જોકે 26 જૂનના દિવસે ફરિયાદીના પતિએ અન્ય કોઈ યુવતી સાથે મોબાઇલમાં વાતચીત કરી હોવાનું રેકોર્ડિંગ ફરિયાદીએ સાંભળી લેતા તેને લાગી આવ્યું હતું એને તેણે તેના પતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે ફિનાઇલ પીધું. ફરિયાદીની દીકરીએ આ બાબતની જાણ તેના સંબંધીઓ ને કરતા ફરિયાદીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.