ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ, ઘરે થયા ક્વોરન્ટાઈન
"વસંત વગડો"ની રોનક શંકર બાપુ કોરોના ની ઝપેટ માં
ગાંધીનગર
રિપોર્ટર – હરીશ પવાર
“વસંત વગડો”ની રોનક શંકર બાપુ કોરોના ની ઝપેટ માં
હમણાં થોડા દિવસોથી શંકરસિંહ વાઘેલા ખાસ્સા ચર્ચામાં રહેતાં આવ્યા છે. NCPમાં રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી બનાવી હતી. જો કે, સતત દોડધામ કરતાં રહેતાં શંકરસિંહ વાઘેલાનાં સમર્થકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. શંકરસિંહને સામાન્ય તાવ આવતાં તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આજે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શંકરસિંહ વાઘેલા ઘરે ક્વોરન્ટાઈન થયા છે. તેઓએ જણાવ્યું હતું કે, જરૂર લાગશે તો આવતીકાલે હોસ્પિટલમાં દાખલ થઈ જઈશ.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ તેઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. એટલું જ નહીં, પણ તેઓએ પોતાના સમર્થકો સાથે બેઠક પણ યોજી હતી. એનસીપીમાંથી રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહે પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી શરૂ કરી છે. તેની કામગીરીને લઈને પણ તેઓએ સતત એક્ટિવ રહેતાં હતા. હવે શંકરસિંહ પોઝિટિવ આવતાં તેમની સાથે રહેલાં લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય પેદા થયો છે.