गुजरात

ગુજરાત કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ મોરી ની અસરકારક રજૂઆતો ની નોંધ લેતું સિહોર મામલતદાર શ્રી.તેમજ ટાઉન PGVCL સિહોર દ્વારા ગેરકાયદેસર દબાણવાળી જગ્યા માં વીજ લાઈટ કનેક્શન કાપી લેવાયું.

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

ભાવનગર જિલ્લાના સિહોર ટાઉન PGVCL કચેરી દ્વારા સિહોર શહેરના નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરેલ જગ્યા માં અન્ય સર્વે નંબર નું ખેતીવાડી કનેક્શનઆપી દેવામાં આવેલ.આ જમીન પર સિહોર મામલતદાર દ્વારા દબાણ કેસ દાખલ કરી.તા.04/02/20 ના રોજ 15 દિવસ માં આ દબાણ ખુલ્લુ કરવા જણાવેલ .આ અંગે .ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી જયરાજસિંહ મોરી દ્વારા ઉગ્ર લડત અને ઉચ્ચકક્ષા એ યોગ્ય પુરાવાઓ સાથે રજુઆતના અંતે સિહોર ટાઉન PGVCL આ કનેક્શન કાપી નાખવામાં ફરજ પડી હતી…આ અંગે જયરાજસિંહ મોરી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે ટુંક માં “સત્ય મેવ જયતે'”.અને સિહોર શહેર અને ગ્રામ્ય માં કોઈ ભ્રષ્ટાચાર હશે તો કોંગ્રેસ પક્ષ શાખી નહિ લે અને ગમે ત્યારે અન્યાય ના લોકપ્રશ્ન અને લોકહિત માં અમારી લડાઈ ચાલુ જ રહેશે..તેવું સ્પષ્ટપણે જણાવેલ

Related Articles

Back to top button