गुजरात

સુરતના વેપારીનું અપહરણ કરી પાંચ કરોડની ખંડણી માંગે તે પહેલા જ ટીપ આપનાર ઝડપાયો

સુરત : કીમ ખાતે આવેલી ફેક્ટરી માલિકનું અપહરણ કરી રૂપિયા 5 કરોડની ખંડણી માંગવાની યોજનામાં આરોપીઓ ઘટનાને અંજામ આપે તે પહેલા જ મહેસાણા પોલીસે આ ગેંગને ઘાતક હથિયાર સાથે ઝડપી પાડી છે. આરોપીની પૂછપરછમાં આ ઘટનાની ટીપ સુરત ખાતે રહેતા અજય નામના ઇસમે આપી હોવાને લઇને સુરત પોલીસે અજયની મોડી રાત્રે ધરપકડ કરી હતી.

સુરતના કીમ ખાતે આવેલા તડકેશ્વરના નેટ-કાપડની મિલના માલિકનું અપહરણ કરી તેની પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગવા માટે ઘાતક હથિયારો સાથે સુરત આવતા અમરસિંહ ઠાકોર ગેંગને સોમવારે મહેસાણા પોલીસે ઝડપી પાડી જેલ ભેગી કરી દીધી હતી. આરોપીઓની પૂછપરછ કરતા છ મહિના પહેલા તે ગાંજાના કેસમાં મહેસાણા જેલમાં હતો ત્યારે તેની મુલાકાત સુરતના અજય બંગાળી સાથે ઓળખાણ થઈ હતી. આ વખતે બંગાળીએ એક ટીપ આપી હતી જેના આધારે બંનેએ સાથે મળીને લૂંટ-ધાડનું મોટું કામ કરવાનું નક્કી કર્યું હતું.

ચાર પાંચ દિવસ અગાઉ અમરસિંહ તેના બે સાગરીતો સાથે કીમ પીપોદરા અજયને મળવા આવ્યો હતો અને કીમ તડકેશ્વર ખાતે આવેલા નેટ કાપડ મિલના માલિક સ્વીફ્ટ કારમાં અવરજવર કરતા હોય અને નહેર પાસે અવાવરુ જગ્યાએ તેનું અપહરણ કરી મોટી રકમ પડાવાનનું નક્કી કયું હતું. ત્યારબાદ અજય બંગાળીએ કીમ તડકેશ્વર તરફના રસ્તા ઉપર વૉચ ગોઠવી રેકી કરી મિલ માલિક તેના ડ્રાઈવર સાથે ઘરે જતો હોવાની ટીપ અમરસિંહને આપી હતી.

Related Articles

Back to top button