ખરા અને સાચા સમયે કોંગ્રેસ પક્ષ જનતા ના હીત માં ઉભી છે.સિહોર શહેર /તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના વિરોધ માં આક્રમક સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો..
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
સિહોર વડલા ચોક ખાતે સિહોર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારે પેટ્રોલ. ડીઝલ ના ભાવ વધારા અને અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પર ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર પણ કર્યા હતા.આ સાથે કોંગ્રેસ દ્વારા રાહદારીઓ ને ફૂલ આપી અને સરકાર ની નીતિ રિતિ નો વિરોધ દર્શાવા સહી ઝુંબેશ.હાથ ધરેલ અને રાહદારીઓ એ પણ કોંગ્રેસ ના વિરોધ ને બિરદાવી સહી ઓ પ્રેમથી કરી સરકાર નો વિરોધ સાથે આક્રોશ પણ વ્યક્ત કરેલ બહેનો એ પણ પોતે સહી કરી કોંગ્રેસ ને સમર્થન આપેલ.. આ કાર્યક્રમ સફળતા ને લઈ કોંગ્રેસ પ્રમુખો.જયદીપસિંહ ગોહીલ. ગોકુલભાઈ આલ. ધીરુભાઈ ચૌહાણ.અમિતભાઇ લવતુકા.દિલીપભાઈ પરમાર વડીયા.જિલ્લા પંચાયત સભ્ય.પ્રતાપભાઈ મોરી.તાલુકા પંચાયતના પ્રમુખશ્રી.કાંતિભાઇ ચૌહાણ. વકીલ.કેશુભાઈ ભગત.ચેતન ત્રિવેદી સહિત કોંગ્રેસ આગેવાનો. હોદેદારો. કાર્યકરો જોડાયા હતાં. સિહોર પોલીસ તંત્રના PI. કે.ડી.ગોહિલ. મહીંલાPSI. જે.બી.પરમાર સહિત નો પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.