गुजरात

પેટ્રોલ,ડીઝલના ભાવ વધારા મુદ્દે વાંસદા ખાતે કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

વાંસદા

રિપોર્ટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર દ્વારા કરાયેલ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલીનું આયોજન હનુમાનબારી પેટ્રોલ પંપથી હનુમાનબારી ચાર રસ્તા સુધી એટલે કે વાંસિયાભીલ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું. હાલ જ્યારે પુરા વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ લોક ડાઉનમાં લોકોની માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે. લોકોનો ધંધો-રોજગાર ખોરવાઈ ગયો છે. ત્યારે એવા સમયે સરકાર દ્વારા ભારેખમ ભાવ વધારો લોકોને પોસાય એમ નથી. જેના કારણે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કર્યું હતું.હાલમાં ફેલાયેલી કોવિડ 19ની મહામારીમાં કોરોના વાયરસના સંક્રમણની સાવચેતીના ભાગ રૂપે સોશિયલ ડિસ્ટન્સનું રેલી દરમિયાન પાલન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત રેલીમાં ”ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી નહિ ચલેગી”,” ભાજપ હાય હાય”, ”હમારી માંગે પુરી કરો, નહિ તો ખુરશી ખાલી કરો” જેવા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ,વાંસદા તાલુકાના ગામોના સરપંચો, હનુમાનબારી ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ યોગેશભાઈ દેસાઈ, તાલુકાના ચૂંટાયેલા સભ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીનું આયોજન હાલ વાંસદા ખાતે નવા નિમાયેલા મહિલા પી.એસ.આઈ. એસ.એસ.માલના ચુસ્ત બંધોબસ્ત હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદર્શનાર્થીઓ પાસે ચુસ્ત રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાયું હતું.હાલમાં જે ગુજરાત સરકાર પેટ્રોલ ડિઝલનો ભાવ વધારી રહી છે તેના વિરોધમાં અમે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ પ્રદર્શન એટલા માટે રાખવામાં આવ્યું છે કે, હાલ ગુજરાતમાં, પુરા વિશ્વમાં કોરોનાની મહામારીમાં પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ થઈ છે.સરકાર સત્તર દિવસથી ભાવ વધારો કરી રહી છે. જો આ ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.- અનંતભાઈ પટેલ, વાંસદા.

Related Articles

Back to top button