વાંસદા તાલુકામાં કોરોના વોરીયર્સને ભાજપ દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યા
ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા વાંસદા ભાજપ દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યા
વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
આખી દુનિયામાં ચાલી રહેલી કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોનો વોરિયર્સ તરીકે રાતદિવસ ખડે પગે રહી કામગીરી કરી એવા તાલુકા મથકે ડોકટરો તથા સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરી જ્યારે વાંસદા તાલુકાના પોલીસ જવાનો થતા સ્ટાફ દ્વારા લોકડાઉનમાં રાત દિવસ પોતાની ચિંતા કર્યા વગર લોકોને સાવચેત રહેવા તથા સુરક્ષીત રહેવા જણાવી કોરોના વોરિયર્સ તરીકે પોલીસ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરી ખુબજ લોકચાહના મેળવી હતી તથા તાલુકા મથકના પત્રકારો લોકડાઉન દરમ્યાન પોતાની ચિન્તા કર્યા વગર લોકો સમક્ષ રોજબરોજની માહિતી પ્રાપ્ત કરી સત્ય માહિતી લોકો સુધી પહોંચાડી ઉમદા કામગીરી કરી હતી .જયારે વાંસદા ગ્રામપંચાયતના સફાઈ કામદારો દ્વારા સફાઈ કામ કરી વાંસદા તાલુકાને સ્વચ્છ રાખવા બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આથી વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા કોરોના વોરિયર્સની પ્રશંસા કરી તમામનું કામગીરીને બિરદાવી તમામને સાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી તમામનો જુસ્સો વધાર્યો હતો જ્યારે ગણદેવીના ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલે પણ તમામને સન્માન પત્ર આપી તમામની કામગીરીની પ્રશંસા કરી હતી ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા વાંસદા પ્રાંત અધિકારીને તથા ટીડીઓને પણ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી એમની સમગ્ર લોકડાઉનમાં ખડે પગે રહી ઉમદા કામગરીની પ્રસંશા કરી હતી આ સન્માન પત્ર આપવામાં માટે વાંસદા ભાજપ પ્રમુખ મણીભાઈ પટેલ, મહામંત્રી રસિકભાઈ ટાંક , સંજયભાઈ બિરારી , સિવેન્દ્રસિંહ સોલંકી , વિરલભાઈ વ્યાસ અને ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલે રૂબરૂ મળી સન્માન પત્ર આપવામાં આવ્યા હતા