ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી, રાજભવન ખાતે શપથવિધિ કરાઈ
ગાંધીનગર
રિપોર્ટર – હરીશ પવાર
ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ કરાઈ હતી. હાલ શપથવિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે. પૂર્વ જસ્ટિસ રાજેશ શુક્લા રાજ્યના આગામી લોકાયુક્ત કરીતે નિમણૂંક કરવામાં આવી છે. તેમની શપરથવિધિમાં રાજ્યના CM રૂપાણી સહિત પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસણા શપથગ્રહણમાં હાજર રહ્યા હતા. રાજ્યના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની શપથવિધિ હાલ પુર્ણ થઈ ગઈ છે. રાજભવન ખાતે રાજેશ શુક્લાની શપથવિધિ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદા મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. કોરોના મહામારીના પગલે માત્ર 20 લોકોની હાજરીમાં જ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. હવે રાજ્યના આગામી અને પાંચમા લોકાયુક્ત પુર્વ જસ્ટિસ રાજેશ શુક્લા વિધિવત રીતે બની ગયા છે.