જૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથ મંદિર દર્શનાર્થીઓ માટે આજ થી ખુલ્લું મુકાયું .ગીરનાર ક્ષેત્ર પીઠાધિષ્વર માતા જયશ્રીકાનંદજી મહારાજ કરી પૂજા વીધી.
જૂનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
નારી શક્તિનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ અને સાધુ સંતોના પ્રિય પ્રથમ ગિરનાર મહિલા પીઠધેસ્વર અને ઉદાર સ્વભાવથી ઓળખાતા ,ભક્તોના પૂજનીય એવા ગીરનાર ક્ષેત્ર પીઠાધિષ્વર માતા જયશ્રીકાનંદજી મહારાજે આજે ભવનાથ મંદિર ની પૂજા અર્ચના કરી આજે ભક્તો ની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા ને ધ્યાને રાખી અને સરકાર ના નિયમોનું પાલન થાય તે ધ્યાનમાં રાખી આ ભવનાથ મંદિર દર્સનાર્થે ખુલ્લું મૂક્યું હતુ. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ભકતો ભવનાથ મહાદેવ ના દર્શનનો લાવો લઈ શકે તે હેતુ થી આજે ખુલ્લું મૂક્યું હતું. કારણે લોક ડાઉન શરૂ થતાં ગુજરાતના તમામ મંદિરો બંધ કરાયા હતા .ત્રાણું દિવસ બાદ ભક્તો પણ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી દર્સનાર્થે આવ્યા હતા. ભવનાથ મંદિર ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર છે .ગીરનાર ની તળેટીમાં બિરાજતા દેવાધી દેવ ના લોકો દર્શન કરી શકે.સરકાર ની માર્ગદર્શિકા મુજબ થશે કડક અમલ અને માસ્ક વગર કોઈ ને નહિ મળે પ્રવેશ.અને માત્ર દર્શન ની જ છૂટ, પ્રદક્ષિણા કે પૂજા વિધિ ઉપર બંધી કરવામાં આવી છે .93 દિવસ બાદ જૂનાગઢનું પ્રખ્યાત ભવનાથ મંદિર ભાવિક ભક્તો માટે દર્શનાર્થે ખુલ્યું છે..ત્યારે સરકારી દિશા નિર્દેશોનું પાલન મંદિર દર્શનમાં કરવામાં આવી રહ્યું છે .. વધુમાં ગિરનાર ક્ષેત્ર પીઠધેસ્વર માતાજી. શ્રી જયશ્રીકાનંદજી મહારાજ એ દસ વર્ષથી નીચેના બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને બને ત્યાં સુધી મંદિરમાં દર્શનાર્થે ન આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.. દરેક દર્શનાર્થીને મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવા સૂચના અપાઇ છે. પ્રવેશ પહેલા સેનીટાઈઝ પણ કરવામાં આવે છે.. હાલ ભક્તોને બીલીપત્ર પ્રસાદ વગેરે નહીં ધરવાની અપીલ કરવામાં આવી છે.