गुजरात

દેનવા ગામના દરિયા કિનારે પાણીમાં નાહવા પડતા ડૂબી ગયેલા ૨ યુવાનોની લાશો શોધખોળ હાથ ધરતા આમોદ નગરપાલિકાના તરવૈયાઓ એ બંને લાશો શોધી કાઢી પી.એમ. માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

મળતી માહિતી અનુસાર આમોદ તાલુકાના દેનવા ગામે દરિયા કિનારે રવિવારના રોજ 3 યુવાનો નાહવા માટે પડ્યા હતા જેમાં પાણી વધી જતાં ત્રણે યુવાનો ડૂબતા એક યુવાનનો બચાવ કરાયો હતો અને 2 યુવાનો ડૂબી ગયા હતા તેમની લાશો ની શોધખોળ તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી પરંતુ રાતના અંધકાર છવાય જતા લાશો મળવી મુશ્કેલ થઈ પડી હતી ગતરોજ સવારના સુમારે ભરૂચ નગપાલિકાની ટીમ તેમજ આમોદ નગરપાલિકાની ટીમ આમોદ નગરપાલિકાની બોટ ની મદદ થી શોધખોળ માટે લાગી ગઈ હતી પરંતુ સાંજ સુધી કોઈ જ અટો પટો હાથ લાગ્યો ન હતો ત્યારે સંધ્યાના સમયે ભરતીનું પાણી આવતા અચાનક બંને લાશો એ દેખા દેતા આમોદ નગરપાલિકા ના તરવૈયા પાણીમાં બોટ લઈ કૂદી ગયા હતા અને એક લાશને આશરે ડૂબી ગયેલ જગ્યાથી આશરે 4 કિલોમીટર દૂરથી ગતરોજ શોધી કાઢી હતી અને બીજી લાશને આજરોજ શોધી કાઢી બને લાશો આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્મોર્તમ માટે મોકલી આપવામાં આવી હતી આ તમામ કામગીરીમાં આમોદ નગર પાલિકાના નરેશ પંડ્યા કારોબારી ચેરમેન સકિલ કાપડિયા તરવૈયા સુરેશ રાઠોડ રફીક મલેક લાલો અરવિંદ સોલંકી પલ્યા ઈશ્વર સોલંકી એ ઘણી જહેમત ઊઠાવી કરી હતી અને વધુમાં જાણવા મળ્યું હતું કે તરવૈયા સુરેશ રાઠોડ એ આવા મુશ્કેલી ને સમયે પોતે બહાદુરતાથી કામ કરી લાશો શોધી કાઢવામાં બધાથી આગળ રહ્યા છે અને તેમને અગાઉ આવી કામગીરીમાં પ્રમાણ પત્રો આપી પ્રોત્સાહિટ પણ કરવામાં આવ્યા છે

Related Articles

Back to top button