गुजरात
ભરૂચ શહેરમાં આવેલ પોઝિટિવ કેસ પૈકી એક શાકભાજી વાળાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું.
ભરૂચ
રીપોર્ટર – સાજીદ મુન્શી
શક્તિનાથ શાક માર્કેટમાં શાકની લારી લઈને વેચાણ કરતા ફેરિયાને પોઝિટિવ રિપોર્ટ આવતા શક્તિનાથ શાકમાર્કેટ ને બંધ કરવાની તંત્રની તૈયારી…ભરૂચ કોરોના અપડેટ આજરોજ ભરૂચમાં નવા 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા 9 કેસ ભરૂચ શહેરના જ્યારે એક જંબુસર નો નોંધાયો. ખાનગી લેબમાં ટેસ્ટ માં પોઝીટિવ કેસો સામે આવ્યા. GACL કોલોની માં એકજ પરિવાર ના પાંચ સભ્યોને કોરોના તો GNFC કંપનીના બે વ્યક્તિને કોરોના પોઝીટિવ આવ્યા.ભરૂચ શહેરમાં આજરોજ નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ શહેરના વિવિધ વિસ્તારોમાં આવ્યા છે. મકતમપુર, ઝાડેશ્વર, આલી કાછીયાવાડ, નારાયણ એવેન્યુ જેથી કરી લોકલ ટ્રાન્સમિશનનો વધુ ફેલાવો થઈ રહ્યો હોવાનું ફલિત થતા તંત્ર અને પ્રજા બન્ને માટે ચિંતા નો વિષય…
ભરૂચમાં કોરોના પોઝિટિવ ની સંખ્યા 161 થઈ.