गुजरात
સિહોર ઠાકોર દ્વારા પ્રેરિત આ વર્ષે કોરોના વાયરસ અંતર્ગત જગન્નાથજી રથયાત્રા નગરચર્યા નીકળશે નહીં.
સિહોર
રિપોર્ટર – હરીશ પવાર
સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિન્ડ૧૯ કરોના મહામારી ને અનુલક્ષી ને સરકારી તંત્ર અને અમદાવાદ મંદિર ની સૂચના મુજબ ઠાકોરદ્વારા પ્રેરિત સિહોર જગન્નાથજી રથયાત્રા આ વર્ષ 2020 નગરચર્યા માટે નીકળશે નહી પરંતુ પ્રતિકાત્મક રથયાત્રા ને લગતી ધાર્મિક વિધિ ઠાકોરદ્વારા મંદિર પરિસર પાસે તા ૨૩/૬/૨૦ મંગળવારે સવારે ૯/૦૦ કલાકે યોજાશે જેનું લાઈવ પ્રસારણ ની વ્યવસ્થા પણ વિવિધ ચેનલ દ્વારા કરાયેલ છે તો આપ કરોના વાયરસ સંક્રમણ થી બચાવવા ઘેર રહો અને સ્વસ્થ રહો .ફરજિયાત “માસ્ક” પહેરીવુ અને ભગવાન ના દર્શન નો લાભ લેવા રથયાત્રા સમિતિ ના પ્રમુખ શ્રી ભરતભાઇ મલુકા દ્વારા જણાવવામાં આવેલ છે.આ સાથે સરકારી તંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગ અને માગદર્શન પૂરું પાડવામાં આવેલ .