આમોદ તાલુકાના ચાંચવેલ ગામનાં 3 યુવાનો દેણવા ગામનાં દરિયામાં ન્હાવા પડવા ગયેલ ચાંચવેલ ગામનાં 2 યુવાન ડૂબ્યાં તેમાંના1 યુવાન નો આબાદ બચાવ કરી લેવાયો.
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક આમોદ
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના દેણવા ગામે ગામથી થોડો દૂર દરિયો આવેલો છે હાલ લોક ડાઉન નો પરિસ્થિતિ માં લોકોને અવર જવર બન હોવાના કારણે દરિયા કિનારે ટહેલવા સાંજ સમયે લોકોની ભીડ ઉમટી પડે છે આ દરિયા કિનારે આજ રોજ ચાંચવેલ ગામના ત્રણ યુવાનો નામે પટેલ મુસ્તકિમ મહેબૂબ યાકુબ, સૈયદ અફઝલ હુસેન તેમજ ખલીફા અફઝલ ઇસ્માઇલ જેઓ દરિયામાં ન્હાવા પડ્યા હતા.જે પૈકી ત્રણેય ઈસમો પાણીમાં ડૂબતા લોકો ની નજર પડતા ચાંચવેલ ગામના ઇમરાન સુલેમાન ઢોંધા એ તેમને બચાવવા માટે દરિયાના પાણી માં છલાંગ લગાવી હતી જેમાં ખલીફા અફઝલ ને બચાવી લીધો હતો અને બે યુવાનો જે પટેલ મુસ્તકિમ અને અફઝલ સૈયદ ડૂબી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયો હતો તેમજ ફાયર ફાયર ફાઈટર ના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દુબેલ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.