गुजरात

જૂનાગઢ માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો થયો પ્રારંભ

જૂનાગઢ

રિપોર્ટર – વનરાજ ચૌહાણ , અશોક બારોટ

જુનાગઢ રેંજ કચેરી ખાતે કાર્યરત થયેલ રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લગતા ગુનાઓ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોશિયલ મીડિયાના માધ્યમથી સતામણી છેતરપીંડી, ધાક-ધમકી, તથા ખંડણી ક્રેડિટકાર્ડ, ડેબીટકાર્ડ, યુપીઆઈ પેમેન્ટ, વોલેટ તથા OTP, OLX જેવી એપ્લિકેશન દ્વારા થતી નાણાકીય છેતરપિંડી ઓનલાઈન શોપિંગ, કસ્ટમર કેર નંબર, ટાવર ઈન્સ્ટોલેશન, કેબીસી લોટરી/ઈનામ, ફેક વેબસાઈટ તથા ફીશીંગ લીંક, ઈન્સ્યોરન્સ/લોન, નોકરીની લાલચ વગેરે તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માધ્યમથી બનાવ સંબંધિત આચરવામાં આવતા ઓનલાઈન ફ્રોડના બનાવો મેટ્રિમોનીયલ વેબસાઇટના ડેટાનો ઉપયોગ કરી આચરવામાં આવતા ગુન્હાઓ સંબધિત કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જ હેઠળના પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના બનાવ બનતા અટકાવવા જુનાગઢ રેન્જ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બીલખા રોડ ડીઆઈજી કચેરીની બાજુમાં શરૂ કરાયુ છે.જેમાં આ સાયબર પોલીસ સ્ટેશનમાં ૧ ડીવાયએસપી, ૩ પીઆઈ, ૬ પીએસઆઈ, સહીત ૨૯ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત રહેશે. ત્યારે સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓની જાણકારી આપવા માટે લોકોએ ૦૨૮૫- ૨૬૫૬૧૦૦ નંબર પર ફોન કરવો અથવા મો. ૮૭ ૮૦ ૯૫ ૮૮ ૪૪ વોટ્સએપ નંબર પર મેસેજ કરવા જણાવ્યું હતું.

Related Articles

Back to top button