गुजरात

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુક પેજ પર લાઈવ થઈ યોગ દિવસની શરૂઆત કરી

અમદાવાદ. આજે સમગ્ર વિશ્વમાં છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. દેશના તમામ રાજ્યમાં વહેલી સવારથી લોકો યોગના વીડિયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના ફેસબુક પેજ પર વહેલી સવારથી યોગ દિવસની શરૂઆત કરી દીધી છે. હાલમાં કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં આ વર્ષે એકસાથે યોગ દિવસ ઉજવી શકાશે નહીં. જેથી દરેક પરિવારે પોતાના ઘરે જ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને તેના વીડિયો-ફોટા સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. યોગ દિવસની શરૂઆત 21 જૂન 2015માં થઈ હતી. આ વર્ષેની યોગ દિવસની થીમ ‘યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી’ (ઘરે યોગ, પરિવાર સાથે યોગ) છે.

Related Articles

Back to top button