અમદાવાદ : વેપારીઓ સાવધાન, 300 કિલો ખાખરાનો ઓર્ડર આપનાર ગઠિયાઓએ 15, 000 રૂ પડાવી લીધા
અમદાવાદ : લૉકડાઉન બાદ પણ સાયબર ક્રાઇમ કરતા ગઠીયા ઓને લીલા લહેર થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો માં જાગૃતતા આવે તે માટે પણ અનેક પ્રયાસો થઇ રહ્યા છે. છતાં પણ હજી કેટલાક લોકો લોભ માં કે પછી અન્ય કારણોસર સાયબર ક્રાઇમ નો ભોગ બની રહ્યા છે. શહેર ના નવરંગપુરા માં ખાખરા નો ઓર્ડર આપી ગઠીયા એ 15 હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
મેમનગર માં રહેતા અને આશ્રમ રોડ પર દુકાન ધરાવી ખાખરા નો વેપાર કરતાં યોગેશ મોદી એ ફેસબૂક પર માર્કેટ પ્લેસ માં જાહેરાત આપી હતી. જેમાં તેમનો વોટ્સએપ નંબર પણ તેમને આપ્યો હતો. આ નંબર પર 4થી જૂન ના દિવસે એક ફોન આવ્યો હતો અને આરોપીએ પોતે હનુમાન કેમ્પ ના આર્મી કેમ્પ માંથી બોલતો હોવાનુ કહી ને આર્મી કેમ્પ માટે 300 કિલો ખાખરા નો ઓર્ડર આપ્યો હતો.
જેથી ફરિયાદી એ તેમને પૈસા ટ્રાન્સફર કરવાની કહેતા આ ગઠીયા એ એક વાઉચર મોકલી આપ્યું હતું જે વાઉચર સ્કેન કરવાથી ફરિયાદી ના એકાઉન્ટ માં પૈસા આવી જશે તેમ આ ગઠીયા એ જણાવ્યું હતું. જો કે ફરિયાદી એ આરોપી દ્વારા મોકલવામાં આવેલ ક્યુ આર કોડ સ્કેન કરતાં જ ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂપિયા 5,000 ઉપડી ગયા હતા.
અન્ય ટ્રાન્જેક્શન મારફતે ફરિયાદીના બીજા દસ હજાર રૂપિયા હતા આમ કુલ 15 હજાર રૂપિયાનું છેતરપિંડી થતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.