દૂરદર્શન ડી.ડી.ગીરનાર ચેનલ પર હોમ લર્નિંગ શિક્ષણમાં કચ્છ ૬૦ ટકા છાત્ર જોડાયા
ભુજ
રિપોર્ટર – પ્રકાશ ગરવા
કોરોના મહામારી ના કારણે તા.૧૫/૦૬/૨૦૨૦ થી ડી.ડી. ગીરનાર ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમો ધોરણ ૩ થી ૧૨ નું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. બાયગેસ દ્વારા વંદે ગુજરાત ચેનલ પર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંયમ પરમારે જણાવ્યું કે, ધોરણ ૧ થી ૮ ના જિલ્લાના કુલ ૨,૧૭,૦૦૦ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માંથી ૧,૪૩,૨૧૩ વિધાર્થી ઓએ ઓનલાઇન શિક્ષણનો લાભ મેળવ્યો હતો. તેમજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ સુધી હોમ લર્નિંગ મટીરિયલ્સ બાળકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. આગામી સમય માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા જે તે ધોરણ ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓને ગ્રુપ માં વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે. દૂરદર્શન ડી.ડી. ગીરનાર તેમજ બયગેસ દ્વારા વંદે ગુજરાત ચેનલમાં પ્રસારિત થતાં કાર્યક્રમો દરરોજ સાંજે DIKSHA YOUTUBE લિંક ઉપર અપલોડ કરવામાં આવશે. લિંક માટેની વિગતો બી.આર.સી./સી.આર.સી. કો.ઓ.મારફતે શિક્ષકો દ્વારા વાલીઓને મોકલાવવામાં આવશે.