નવસારી જીલ્લા આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલય નો શુભારંભ
નવસારી
રીપોટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી
નવસારી જીલ્લા આમ આદમી પાર્ટી લોકડાઉન ના કારણે એકબીજાથી તથા નવસારી જીલ્લાના નાગરીકોથી રુબરુ થઈ શક્યા નહીં તથા સંગઠન મજબૂત કરવામાં વિલંબ થયો છે તે સમજી શકાય છે. નવસારી જીલ્લા આમ આદમી પાર્ટી તથા તાલુકા, શહેર , ગ્રામ તથા બુથ લેવલના સંગઠન મજબૂત કરવા તથા કાર્યકર્તા , હોદ્દેદારો અને શુભચિંતકો વચ્ચે સંકલન કરવા, વિચાર વિમર્શ કરવા, જવાબદારી ઊઠાવવા આગળ આવે તેવી શુભકામના સાથે તારીખ 18-6-2020 ના ગુરૂવારે સવારે 11 કલાકે આમ આદમી પાર્ટી ના ‘જન-સંપર્ક ‘ કાર્યાલય નવસારીના રોડ ટચ પાંચ હાટડીના ધીરજ સન્સ સુપર માર્કેટની પાસે શુભારંભ પ્રભારી શ્રી શશીકાંતભાઇ સોની તથા જીલ્લાના ઉપપ્રમુખ નારણભાઇ પટેલ ના હસ્તે રીબીન કાપી ને કરવામાં આવેલ હતો. ત્યારબાદ આપના હોદ્દેદારો દ્વારા ભારતમાતાની છબીને પુષ્પમાળા તથા દિન પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ હતો.આ પ્રસંગે નવસારી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાવસાહેબ ભીમરાવ પાટીલ (બંધુ ), જીલ્લા ઉપપ્રમુખ નારણભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી ચંદ્રકાન્તભાઈ રાણા, જીલ્લા પ્રભારી શશીકાંત સોની તથા જીલ્લા અગ્રણી જાવેદભાઇ શેખ એ કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે જોડાયેલાં નવા આપ કાર્યકર્તાઓને આપની ટોપી પહેરાવી આપમાં ઉમેળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનું નવસારી જીલ્લા જન સંપર્ક કાર્યાલય બનતા આગામી દિવસોમાં આવનાર તમામ ચૂંટણી રસપ્રદ બનવા પામશે તેવો મત જાણકારો બતાવી રહયાં છે. અખબારી નિવેદન માં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવેલ છે કે આમ આદમી પાર્ટી બાબતે તથા કાર્યકર બનવા સબંધિતા માહિતી મેળવી હોય તો હેલ્પ લાઈન નંબર 9428760426 પર સંપર્ક કરશો.
રાવસાહેબ ભીમરાવ પાટીલ બંધુ પ્રમુખ : નવસારી જીલ્લા આમ આદમી પાર્ટી મોબાઇલ : 9428760426