गुजरात

અમદાવાદની શિક્ષિકાને ધમકી, ‘મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો બદનામ કરી દઈશ’

અમદાવાદ : એકલવાયું જીવન જીવતી મહિલા ના ખબર અંતર પૂછવાના બહાના હેઠળ હવસની ભૂખ સંતોષવાની ઈચ્છા એક નરાધમને ભારે પડી છે. એકલતાનો લાભ લઈને આ નરાધમે મહિલા પાસે શારીરિક સંબંધ (Physical Relation)ની માંગણી કરી હતી. મહિલાએ ઇન્કાર કરતા જ આરોપીએ શારીરિક સંબંધ નહીં રાખે તો બદનામ કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદી મહિલા છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને એકલવાયું જીવન ગુજારે છે. તે છેલ્લા દસેક વર્ષથી ભરત વ્યાસ નામના વ્યક્તિને ઓળખે છે. 15મી જૂનના સવારે આરોપી ફરિયાદીના ઘરે તેમના ખબર અંતર પૂછવા માટે ગયો હતો અને આ દરમિયાન તેણે ફરિયાદીને શારીરિક સબંધની બાંધવાની માંગણી કરી હતી.

જોકે, મહિલાએ ના કહી દેતા આરોપી ઉશ્કેરાયો હતો અને મહિલાને ગંદી ગાળો ભાંડી હતી. ફરિયાદીએ તેને આવું ન કરવાનું કહેતા તેણે ધમકી આપી હતી કે, “તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તને બદનામ કરી જા થી મારી નાખીશ.”

Related Articles

Back to top button