ઉનાઈ ગ્રામ પંચાયત ની બાળમજૂરી ઘટનામાં જવાબદાર તંત્ર ને લાજ શરમ બચી હોઈ તો પગલા લઈ બતાવે !
બાળ મજૂરી વિરુદ્ધ પગલા લેનાર શાખા આંખે પાટા બાંધી ધૂતરાષ્ટ્ર ની ભૂમિકામાં ? કેં પછી રાજકીય દબાણ ની બીક લાગે છે ?
વાંસદા
રીપોટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી
દેશ નાં ભાવિ ભવિષ્ય ને ગટર માં ઉતારતી ઉનાઈ ગ્રામ પંચાયત નો એહવાલ ફોટા સાથે અખબાર માં પ્રસિદ્ધ થયો હતો ત્યારે એમ લાગી રહયુ હતું કેં જાણે તંત્ર સફાળુ જાગી ને ત્વરીત પગલા લેશે પરંતુ અહી તો કઈ અલગ જ માહોલ જોવા મળી રહયો છે .દાલ મેં કુછ કાલા હૈ ની જગ્યા એ આખી દાળ જ કાળી હોઇ એમ લાગી રહયુ છે . દેશ માં બાળ મજૂરી રોકવા અંગે અનેક નિયમો બનીયા છે પરંતુ આ નિયમો નવસારી જીલ્લા માં આવેલ ઉનાઈ ગ્રામ પંચાયત ને જાણે લાગૂજ નાં પડતા હોઈ એવુ સાબિત જવાબદાર તંત્ર કરી રહયુ છે .જયા ઉનાઈ ગ્રામ પંચાયતે બાળકો ને સેફ્ટી વગર ગટર માં ઊતારી સાફસફાઈ કરાવી હોવાનો ફોટો સાથે એહવાલ પ્રસિદ્ધ થયો હોવા છતા તંત્ર નાં પેટ નું પાણી પણ હાલીયુ નથી .શું બાળમજૂરી વિરુદ્ધ પગલા લેનાર શાખા આંખે પાટા બાંધી ને ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા બખૂબી નિભાવી રહી છે ! જયા આ ઘટના એ બાળ મજૂરી મનાઈ નાં નિયમ અને કાયદા નું સરેઆમ ચીરહરણ ઉનાઈ ગ્રામ પંચાયતે કરીયુ છે .હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાઈ છેકે આમા જવાબદાર ઈસમો વિરુદ્ધ કોઈ પગલા લેવાશે કેં પછી તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ વાળી નીતિ અપનાવી આ ઘટના ને રફાડ્ફા કરી દેવામા આવશે ? બાળક એ દેશ નું ભવિષ્ય છે ! એ ભાવિ ભવિષ્ય ને ગટર માં ઉતારવાનું કામ ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવીયુ હતું ..જયા એક બાજુ બાળકોને આપડે ભગવાન નું રૂપ માનીએ છીએ તો બીજી બાજુ પોતાના સ્વાર્થ માટે બાળ મજૂરી કરાવવા માં પણ પીછેહઠ નથી કરી આ પંચાયતે બાળ મજૂરી એ સામાજીક દૂષણો માનુ એક ગંભીર પ્રકારનું દૂષણ છે ઉનાઈ ગ્રામ પંચાયત ની અવળી કામગીરી બદલ જવાબદાર તંત્ર એ પગલા લેવાનાં બદલે ભીનુસંકેલવાની કોશિશ ચાલી રહી હોઈ એવુ ગ્રામજનો માં ચર્ચાઈ રહીયુ છે . જેમા ઉનાઈ ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે પગલા લેવાશે કેં કેમ ? એવા અનેક પ્રશ્ન સ્થાનિક લોકો નાં મન માં ઉઠી રહયા છે. ઉનાઈ પંથકમાં પ્રિમોન્સૂન કામગીરી નો ભાર બાળ મજૂરો ઉપર નાખવામાં આવીયો અને બાળ મજૂરો પાસે સફાઇ કરાવી એ પણ સેફ્ટી નાં સાધનો વગરજ હેન્ડ ગ્લોઝ કેં માસ્ક વિના જ આ બાળમજદૂરો ને ગટર સાફ કરાવવા માટે ઉતારાયા હતા. જો બાળકોનાં સ્વાસ્થ ને હાની થાઈ તો જવાબદારી કોણ લેત ? ભારત દેશ માં બાળ મજૂરી મનાઈ અને નિયમન ધારો ૧૯૮૬ નો આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.જેનુ સરેઆમ ઉલ્લંઘન ઉનાઈ ગ્રામ પંચાયતે કરીયુ છે .અને આ બાળ મજૂરી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન માં પણ આવે છે અને ઉનાઈ ગ્રામ પંચાયતે માનવ અધિકારનું હનન કરવામાં કાઇ બાકી નથી રાખીયુ જો ઉનાઈ ગ્રામ પંચાયત વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ઘણા જાગૃત નાગરિકો માનવઅધિકાર માં પંચાયત અને લગતાવળગતા તમામ જવાબદાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની તૈયારી કરી રહયા હોવાનુ જાણવા મળી રહયુ છે .જો માનવ અધિકાર માં ફરિયાદ થાઈ તો સમય જતા કોના કોના તપેલા ચુલા ઉપર ચડે છે એતૉ આવનારો સમય જ કેહસે .