गुजरात

અમદાવાદ : કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ પરિવાર સ્મશાનગૃહમાંથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં બીજે લઇ ગયા, નોંધાઇ ફરિયાદ

અમદાવાદ : કોરોનાની મહામારી દરમિયાન સંક્રમણ વધે નહિ તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. છતાં પણ કેટલાક દર્દીઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતા હોસ્પિટલ કે ક્વૉરન્ટાઇન થયા હોવા છતાં બહાર ભાગી જતાં હોય છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં આવા અનેક દર્દીઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. ત્યારે, ગઇકાલે વી.એસ. સ્મશાન ગૃહમાંથી કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને અંતિમક્રિયા કર્યા વગર જ અન્ય એમ્બ્યૂલન્સમાં લઈ જતા પરિવારનાં સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે.

નવરંગપુરામાં આવેલા સુશ્રુષા હોસ્પિટલના નોડલ ઓફિસર પૂર્વાંગ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે, તેમની હોસ્પિટલમાં 5મી ઓકટોબરે બપોરે 11 વાગ્યાની આસપાસ રાજસ્થાનના કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાદમાં ફરિયાદીએ ગાઈડ લાઈન મુજબ કોર્પોરેશનના અધિકારીને આ બાબતની જાણ કરી હતી. કોરોના પોઝિટિવ વ્યક્તિના મૃતદેહની અંતિમ ક્રિયા નક્કી કરેલા સ્મશાન ગૃહ ખાતે થતી હોવાથી ફરિયાદીએ વી.એસ. સ્મશાન ગૃહ ખાતે મૃતદેહની અંતિમક્રિયા માટે સમય માંગ્યો હતો. જેમને અડધો કલાકમાં મૃતદેહ લઇ આવવાની જાણ ફરિયાદીને કરી હતી. પરંતુ મૃતકના કેટલાક સગા આવ્યા ન હોવાથી સાંજના પોણા છ વાગ્યાની આસપાસ હોસ્પિટલના એમ્બ્યુલન્સમાં મૃતદેહને અંતિમ ક્રિયા માટે વી.એસ. સ્મશાન ગૃહ મોકલી આપવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button