UNCATEGORIZEDखास रिपोर्टगुजरात

ભાવનગર ના પ્રિયાંશી ધાર્મિકભાઈ વાળા, ઉંમર: ૧ વર્ષ, બાળક ના માથા માં કુકર સલવાતા દોડધામ બાદ ડૉકટર ની ટીમે રંગ રાખ્યો.

ભાવનગર ની સર ટી.હોસ્પિટલ ના તમામ ડોકટર તેમજ સ્ટાફ ની સરાહનીય કામગીરી

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

બાળક પોતાના ઘરે રમતા રમતા માથામા કુકર સલવાય ગયેલ હતું, ઘરના લોકો એ પ્રયત્ન કરવા છતા કુકર ન નીકળતા, બાળક ને અત્રેની સર ટી. હોસ્પિટલ ખાતેના તાત્કાલિક સારવાર વિભાગ મા લાવેલ. ફરજ પરના બાળરોગ ના ડોકટર, ઓર્થો પેડિક વિભાગ ના ડોકટર અને નર્સિંગ સ્ટાફે બુદ્ધિ પૂર્વક ની સઘન 45 મિનિટ ની સઘન મહેનત ના અંતે તે બાળક ના માથા માથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા, આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલઈશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હોસ્પિટલ ની આ રેસ્ક્યુ ઑપરેશન માં જોડાયેલી ટીમ ના તમામ સભ્યો દ્વારા બાળક ના વાયટલસ જેવા કે પલ્સ, ઓકસીજન લેવલ તમામ નું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને બાળકના માથા માં ફસાયેલા આ કૂકર ને સિફતપૂર્વક બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું. આજે ફરી એક વાર આજે સર ટી. હોસ્પિટલ ના ડોકટરો, નર્સો અને તેમની ટીમ ની મહેનત રંગ લાવી.
અહેવાલ : ડો.મેહુલ એમ.ગોસાઈ (એમ ડી પેડ)
વિભાગીય વડા – બાળ આરોગ્ય વિભાગ,
સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર (ગુજરાત)

Related Articles

Back to top button