राष्ट्रीय

સુરત: મહામારીને કારણે ચાર મહિનાનું મકાન ભાડું બાકી હોવાની તાણમાં ટેમ્પો ચાલકે કર્યો આપઘાત

કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે બેકાર બનેલા લોકો આપઘાત કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે ટેમ્પો ચલાવી પરિવારનું આર્થિક ભરણપોષણ કરતા યુવાનને આ મહામારીને કારણે કામ ન મળતા થોડા સમયથી કમાઇ શકતો ન હતો. જેના કારણે તેણે ચાર મહિનાથી મકાનનું ભાડું પણ ભર્યું ન હતું. જેના કારણે તે સતત માનસિક તાણમાં રહેતો હતો. જે બાદ તેને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પરી વળ્યું છે.

મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં લક્ષણ નગર ખાતે રહેતો અને ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા જ્ઞાનેસવર જાગનાથ પાટીલ કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી તેનો ટેમ્પો ચલાવી શકતો નહિ હોવાને કારણે આર્થિક પરિસ્થિતિ બગડી હતી. એક બાજુ પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું હતું. તો બીજી બાજુ જે મકાનમાં રહેતો હતો તેનું ચાર મહિનાનું ભાડું પણ ભર્યું ન હતું. જેને કારણ તે સતત માનસિક તાણમાં રહેતો હતો.

જેને લઈને ગતરોજ ઘરમાં કોઈ ન હતા તે સમયે આવેશમાં આવીને છતના હુક સાથે ગળેફાસો ખાઈને આપઘાત કરી દીધો હતો. જોકે, આ ઘટનાની જાણ પરિવારને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

Related Articles

Back to top button