આમોદમાં કોરોના વાયરસના આજે બે પોઝીટીવ કેસ નોંધાયા.તેમજ કોરોના વાયરસથી મૃત્યુની સંખ્યા બે થતા ખળભળાટ.
અગાઉ નિવૃત્ત શિક્ષકનું કોરોનાથી મોત થયું હતું.
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ નગરપાલિકા મહિલા સદસ્યના પતિનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું.કોરોનાની સારવાર મળે એ પૂર્વે હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું.જેમને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.જેથી આમોદ નગરમાં હાહાકાર મચી ગયો હતો. જો આમોદમાં લોકો હજુ પણ સાવચેતી નહીં રાખે તો હજુ પણ લોકો વધુ સંક્રમિત થવાની સંભાવના જોવા મળી રહી છે.આમોદમાં અગાઉ નિવૃત્ત શિક્ષક ચતુરભાઈ પરમારનું કોરોના વાયરસને કારણે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં મોત થયું હતું. આમોદમાં આજ રોજ કોરોના વાયરસના બે કેસ નોંધાયા હતા. જેમાં આમોદ નગરમાં વાવડી ફળીયામાં રહેતા આમોદ નગરપાલિકાના મહિલા સદસ્યના પતિ મહેબૂબ અલી પટેલ ઉ. વ ૫૮ તથા આમોદ તાલુકાના મછાસરા ગામના યુસુફ આદમ પટેલ ઉ.વ ૬૬ ને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.સરકાર દ્વારા અનલોકમા છુટ્ટી મળ્યા બાદ આમોદ પંથકમાં ગંભીત રીતે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. આમોદ નગરમાં વાવડી ફળિયામાં રહેતા આમોદ નગરપાલિકાના મહિલા સદસ્યના પતિને કોરોનાની સારવાર મળે તે પહેલાં જ તેમનું હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. તેઓને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી બપોરે ૧૨ વાગે મોત થયું પરંતુ તેમનો કોરોના રીપોર્ટ આવવાનો બાકી હોય ગતરોજ તેમની દફનવિધિ સીધી સ્મશાનમાં જ સાવચેતી પૂર્વક કરવામાં આવી હતી.જેમની દફનવિધિમાં આમોદ પાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ અને કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આમોદ તાલુકાના મછાસરા ગામે રહેતા યુસુફ આદમ પટેલને આંખમાં દુઃખવો ઉપાડતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમનો ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો.આમોદ વહીવટી તંત્ર દ્વારા મછાસરા ગામ તેમજ આમોદ વાવડી ફળીયાના વિસ્તારમાં શીલ કરવામાં આવ્યો હતો.