गुजरात
શીક્ષકોને હાજર થવા ફરમાન થી ખાવડા પંથક માં કોરોના વાયરસ ના સંક્રમણ નો ભય
.
હાલ વિશ્વ કોરોના જેવી મહામારી સામે બાથ ભીડી રહ્યું છે તેવા માં રાજ્ય સરકાર દ્વારા શાળા ઓ માં ખાલી શીક્ષક ને હાજર રાખી ખોલવામાં આવી છે ત્યારે ખાવડા બન્ની વિસ્તારમાં માં અનેક શાળા ઓ ખુલી ગઈ તેવા માં અમુક શીક્ષક રેડ જોન માંથી આવેલા છે નિયમો મુજબ આ લોકો એ પોતાને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાવી જોઈએ એવી ખાવડા બન્ની વિસ્તાર ના લોકો ની પણ શીક્ષકો ની તપાસ થાય તેવી માંગ બુલંદ થઈ રહી છે ત્યારે જાગૃત નાગરિક અબ્બાસ ભાઈ એ શિક્ષણ વિભાગ ને પણ જાણ કરી હતી તેમજ ગ્રૂપ શાળા ના મુખ્ય શિક્ષક ને પણ જાણ કરાઇ હોવા છતાં શિક્ષકો હજી આરોગ્ય ને લઇ ને કોઈ ગંભીરતા દાખવતા ના હોઈ હવે જોવા રહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સુ કાર્યવાહી કરે છે