दुनिया

હોર્મુઝની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન, ઓઈલ અંગે વિશ્વનું ટેન્શન વધ્યું | Strait of Hormuz Crisis: Iran Warns US as Trump Threatens Naval Blockade


Iran Warns US as Trump Threatens Naval Blockade : પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનમાં થયેલી મંત્રણાઓ નિષ્ફળ જતાં હવે યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. ઈરાનની સૈન્ય પાંખ IRGC એ હોર્મુઝની ખાડી પર પોતાના સંપૂર્ણ નિયંત્રણનો દાવો કરતા અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો ‘દુશ્મન’ (અમેરિકા) તરફથી કોઈ પણ ખોટું પગલું ભરવામાં આવશે, તો તેનો જવાબ અત્યંત ઘાતક હશે.

સીઝફાયર પર સંકટ? ઈરાનનો દાવો- અમે અમેરિકાના જહાજ ભગાડ્યા 

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેમના બે શક્તિશાળી યુદ્ધજહાજોએ હોર્મુઝ પસાર કરીને દરિયાઈ સુરંગો હટાવવાનું કામ કર્યું હતું. જોકે, ઈરાને આ વાતને નકારી કાઢતા કહ્યું કે તેમના નૌકાદળે અમેરિકી જહાજોને પાછા હઠવા પર મજબૂર કર્યા હતા. ઈરાની મીડિયા મુજબ, આ માત્ર વોશિંગ્ટનનો પ્રોપેગેન્ડા છે.

હોર્મુઝની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન, ઓઈલ અંગે વિશ્વનું ટેન્શન વધ્યું 2 - image

ઈરાનની અમેરિકાને ધમકી 

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના ઘટનાક્રમ જોતા આ કરાર તૂટવાની અણી પર છે. ઈરાને જાહેર કર્યું છે કે જો કોઈ પણ સૈન્ય જહાજ કોઈ પણ બહાને હોર્મુઝની નજીક આવશે, તો તેને સીઝફાયરનું ઉલ્લંઘન માનીને તેના પર સીધો હુમલો કરવામાં આવશે.

હવે અમેરિકા પોતે જ હોર્મુઝની ખાડી બ્લોક કરશે 

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ‘સંપૂર્ણ દરિયાઈ નાકાબંધી’ની જાહેરાત કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ગઇકાલે સાંજથી જ ઈરાનના તમામ બંદરો પર આવતા-જતા જહાજોને અટકાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ઈરાને મિત્ર દેશો સિવાયના દેશોના જહાજો માટે હોર્મુઝની ખાડી બંધ કરી હતી. આ રસ્તાથી ગલ્ફ દેશો દુનિયાના અનેક દેશોને ગેસ અને ઓઈલ પહોંચાડે છે. જેના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ હતી. જોકે ઈરાને ભારત જેવા મિત્ર દેશોને આ પ્રતિબંધમાંથી રાહત આપી હતી. 

શરૂઆતમાં અમેરિકા ઈરાન પર હોર્મુઝની ખાડી ખોલવા માટે દબાણ કરી રહ્યું હતું અને ધમકીઓ આપી રહ્યું હતું. હવે અમેરિકા પોતે જ હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી રહ્યું છે. જેના કારણે જે દેશોના જહાજો ત્યાંથી પસાર થઈ શકતા હતા એ પણ નહીં થાય.  

ડોનાલ્ડ ટ્રમ્પનો તર્ક શું છે? 

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે બધી જ વાતો પર સહમતિ બની ગઈ હતી, પરંતુ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને રોકવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, પરમાણુ મુદ્દે કોઈ બાંધછોડ નહીં થાય. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન હોર્મુઝની ખાડીમાં માઈન્સ બિછાવીને દુનિયા પાસેથી ગેરકાયદેસર ટેક્સ ઉઘરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે હવે અમેરિકા સહન નહીં કરે.





Source link

Related Articles

Back to top button