गुजरात

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the family of the deceased woman



વડોદરા : ઇએમઇ સ્કુલ કેન્ટીનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને ખાતાકીય તપાસ
વગર જ નોકરી પરથી બરતતરફ કરવાના બનાવમાં ઔદ્યોગિક ન્યાયપંચે મૃતક મહિલાના
પરિવારજનોને રૃા.૫ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેસની ગિત એવી છે કે, આરતીબહેન પારલીકર ઇએમઇ સ્કુલ કેન્ટીનમાં ફરજ
બજાવતા હતા. વર્ષ ૨૦૧૨માં માંદગીના કારણે રજા પર ગયા બાદ
, તેઓ
ડોક્ટરના પ્રમાણપત્ર સાથે હાજર થવા છતાં તેમને પરત લેવામાં આવ્યા નહોતા અને ૫
માર્ચ ૨૦૧૪ના રોજ લેખિત હુકમ દ્વારા તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા. જેની
સામે તેમણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક ન્યાયપંચમાં દાદ માગી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન, કર્મચારી પક્ષે રજૂઆત કરી હતી કે તેમને બચાવની
કોઈ તક આપ્યા વિના કે ખાતાકીય તપાસ કર્યા વિના ગેરકાયદેસર રીતે છૂટા કરાયા છે.
બીજી તરફ
, સંસ્થાએ દલીલ કરી હતી કે કર્મચારી વારંવાર વગર
પરવાનગીએ ગેરહાજર રહેતા હતા અને તેમનું વર્તન યોગ્ય નહોતું
, જેના
કારણે તેમને નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ઔદ્યોગિક ન્યાયપંચે ઇએમઇ સ્કુલ
મેનેજમેન્ટને મૃતક કર્મચારી આરતીબેન ડી. પારલીકરના વારસદારને રૃા. ૫
,૦૦,૦૦૦નું વળતર ચૂકવવાનો  આદેશ કર્યો
હતો.ન્યાયપંચે ચૂકાદમાં નોંધ્યું હતું કે
,નિયમ પ્રમાણે
કર્મચારીને ગેરવર્તણૂંક બદલ છૂટા કરતા પહેલા ચાર્જશીટ આપવી અને તપાસ કરવી અનિવાર્ય
છે.



Source link

Related Articles

Back to top button